તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 26th May 2025
ગુજરાતમાં હજુ ગરમી રહેશે યથાવત બદલાયેલા મોસમનો મિજાજ
અરબસાગરના ડીપ્રેશનની દિશા બદલી અને રાજયમાં વરસાદને બદલે ગરમી વધી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૬: હજુ ગણતરીના થોડા જ દિવસ પહેલા અરબ સાગરમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બાદ ડીપ્રેશનમાં પરીવર્તિત થઇ ગુજરાતના ખાસ કરી પૂર્વ- દક્ષિણ ગુજરાત અને સોૈરાષ્ટ્રને વરસાદથી ધમરોળશે એવી અપેક્ષાઓ સેવાઇ રહી હતી. ત્યાં જ કુદરતી મોસમનો મિજાઝ બદલાયો. ડીપ્રેશન સિસ્ટમ મહારાષ્ટ્રમાં લેન્ડફોલ થઇ ત્યાં જ નબળી પડતા સુધીમાં વ્યાપક વરસાદ વરસાવેલ છે. જો કે આ પરિવર્તનથી ગુજરાતને કમોસમી તોફાની વરસાદથી રાહત મળી છે. એમ કહીએ તો ખોટુ નથી.
ગુજરાત માટે જે છ-સાત માટે વરસાદી માહોલની આગાહી હતી તેમાંથી ગુજરાતની બાદબાકી થવા પામી છે. મોૈસમ તક વેધર ચેનલના વેધર એનાલીસિસ્ટ દેવેન્દ્ર ત્રિપાઠી હવે આગામી છ-સાત દિવસ માટે ગુજરાતથી નીચેના રાજયો અર્થાત મુંબઇ થી કોચીન સુધીની દરીયાઇ પટ્ટીના, પશ્ચિમી ઘાટના પટ્ટામાં વરસાદી માહોલ છવાયેલો રહેવાના અનુમાન સાથે ગુજરાતમાં હાલ કંઇ વરસાદી શકયતા ન હોવાની સાથે માત્ર પૂર્વ-દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો હળવા વરસાદનો વર્તારો આપે છે. મે માસની અંતિમ તારીખોમાં સોૈરાષ્ટ્રમાં વરસાદી સંભાવના દેવેન્દ્ર ત્રિપાઠી વ્યકત કરે છે.
સ્કાયમેટના વી.પી. મહેશ પલાવત તેઓના એનાલીસિસમાં જણાવે છે કે, ગુજરાતમાં હાલ ગરમી સાથે શુષ્ક (વરસાદ વિહોણુ) વાતાવરણ રહેશે. અને ચોમાસુ જે ઝડપી ગતિથી આગળ વધી રહ્યું છે તે હાલની સ્થિતિ છે. થોડા દિવસ બાદ તે ધીમુ પડશે- આગળ વધવામાં બ્રેક લાગશે. શનિવારે આ માધ્યમમાં જ કહેવાયેલુ હતુ કે, ચોમાસુ ભલે કેરળમાં વહેલુ આવશે પણ ગુજરાતમાં મોડુ પહોંચશે. સ્કાયમેટના વી.પી. દ્વારા તેને સમર્થન મળી રહયું છે. ગુજરાત પાસે એક સકર્યુલેશન હોઇ, સોૈરાષ્ટ્રમાં વરસે પણ બફારો વધુ થશે. વાદળોના ધૂપછાંવને પગલે તડકાની આકરી તાપવાળી ગરમીથી આંશિક રાહત રહી શકે છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
