News of Monday, 26th May 2025
ગોંડલ તાલુકા પોલીસે ચોરાઉ મોબાઇલ સાથે રાહુલને ઝડપી લીધો
રાજકોટના માલવીયાનગર વિસ્તારમાંથી મોબાઇલ ચોર્યાની કબુલાત આપી

રાજકોટ તા.૨૬: ગોંડલ તાલુકા પોલીસે ચોરાઉ મોબાઇલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી. ઝાલાએ અનડીટેક ગુન્હા તથા ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ગોંડલ તાલુકા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફે જામવાડી ગામના ગેટની આગળ ને હા.રોડ ઉપરથી સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૧ સાથે રાહુલ રાજુભાઇ સોલંકી ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે. પંચપીરની ધાર, વોરાકોટડા રોડ, ગોંડલને પકડી પાડી પૂછતાછ કરતા રાજકોટના માલવીયા પો.સ્ટે. વિસ્તારમાંથી મોબાઇલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ કાર્યવાહી ગોંડલ તાલુકાના પી.આઇ. એ.ડી. પરમાર, એ.એસ.આઇ. આર.એસ. બોહરા, એચસી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પીસી રવિરાજસિંહ વાળા, રણજીતભાઇ ધાંધલ, જયદિપભાઇ ધાંધલ તથા ભગીરથભાઇ વાળા સહિતના સ્ટાફે કરી હતી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
