News of Monday, 26th May 2025
સુરેન્દ્રનગર મેડીકલ કોલેજમાં ICUમાં પેટીમાં રાખેલ બાળકને જીવાત કરડી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૨૬: સુરેન્દ્રનગર મેડીકલ કોલેજમાંથી બેદરકારી સામે આવી છે.PM- JAY યોજના અંતર્ગત પ્રસૂતાની ડિલિવરી કરવામાં આવી હતી ત્યારબાદ બાળકને પેટીમાં રાખવામાં આવ્યું હતું. જ્યાં ICU વિભાગમાં પેટીમાં સારવારમાં રાખેલા બાળકને કીડી અને જીવાત કરડી ગઈ હતી. PM - JAY યોજનામાં ડિલિવરી કરાવેલ દર્દીઓ પર હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ ધ્યાન ન દેતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
બાળકના પિતાએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો તો મેનેજમેન્ટ વિભાગે મોબાઈલ જપ્ત કરી લીધો હતો. બાળકને ગળા અને મોઢાના ભાગે જીવાતો અને કીડીઓ કરડી ગઈ હતી. આખરે પરિવારે મીડિયાને જાણકારી આપી રોષ વ્યકત કર્યો હતો.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
