તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Monday, 26th May 2025
વિસાવદરની બેઠક પર ભાજપ કિરીટ પટેલ, હર્ષદ રીબડીયા, ભૂપત ભાયાણી ત્રણ પૈકી કોને ટિકિટ આપશે..?
કોંગ્રેસ કોના પર કળશ ઢોળશે..? અવનવી ચર્ચાઃ રાજકીય ધમધમાટ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.,૨૬: વિસાવદરની છેલ્લા દોઢેક વર્ષથી ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ચૂંટણી પંચે જાહેર કરી છે. આ બેઠક પર તા. ૧૯મી જુને મતદાન યોજાશે, જયારે ૨૩મી જુને મતગણતરી થશે.
વિસાવદર વિધાનસભાની ભાજપની ટીકીટ મેળવવા માટે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવનાર ભૂપેન્દ્રભાઈ ભાયાણી અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર હર્ષદભાઈ રીબડીયા વચ્ચે સ્પર્ધા છે. જો કે, આ બંન્નેની લડાઈમા કોઇ મૂળ ભાજપી ફાવી જાય તો નવાઈ નહીં. મુળ ભાજપના આગેવાનોમાં જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલનુ નામ ખૂબ જ મજબૂત મનાઈ રહ્યુ છે. બીજીબાજુ,કોંગ્રેસે બંન્ને બેઠકો માટે તેના ચાર-ચાર પ્રભારીઓની જાહેરાત કરી દીધી છે. જયારે આમ આદમી પાર્ટીએ તો અગાઉથી વિસાવદર માટે ગોપાલ ઈટાળીયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. આપ પાર્ટીમાંથી વિસાવદરની બેઠક જીતનાર ભૂપતભાઈ ભાયાણીએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી ભાજપમાં જોડાઇ ગયા હતા અને પેટાચૂંટણી આવશે તેવા સંકેત હતા. આવી સ્થિતિમાં ભાજપમાં જોડાનાર હર્ષદભાઈ રીબડીયાએ જ હાઇકોર્ટમાં રીટ કરતા ચૂંટણી યોજાઇ શકે તેમ હતી નહી. છેવટે રીબડીયાએ રીટ પરત ખેંચી લેતા પેટાચૂંટણીના રસ્તો ખુલ્લો થયો હતો. દરમિયાનમાં વિસાવદર પર તો આમ આદમી પાર્ટીના ઉમદેવાર ગોપાલ ઈટાલીયા જાહેર થઈ ગયા હોવાથી આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે. કોંગ્રેસે આ બેઠક માટે ચાર-ચાર પ્રભારીઓની નિમણૂંક કરી નાખી છે. આ પ્રભારીઓ હવે દાવેદારોની સાંભળીને ટીકીટ નક્કી કરશે. વિસાવદરમાં કોંગ્રેસ પાસે ત્રણથી વધુ દાવેદારો છે.
વિસાવદરમાં ૨૫મી મેના રોજ ચૂંટણી જાહેર થતા આચાર સંહિતા લાગુ પડી ગઇ છે. હવે તા. ૨૬મી મેથી તા.૨ જૂન સુધી ઉમેદવારીપત્રક ભરી શકાશે. જયારે તા.૩ જુને ઉમેદવારી પત્રકોની ચકાસણી કરાશે. આ પછી તા. ૫ જુને ઉમેદવારીપત્રકો પાછા ખેંચાશે. આ પછી તા.૧૯મી જુને મતદાન અને તા. ૨૩મી જુને મતગણતરી યોજાશે.
વિસાવદર -ભેસાણ વિધાનસભા પેટા ચૂંટણી ૧૯મી જુને યોજાવાની જાહેરાત થતા જ રાજકિય ધમધમાટ શરૂ થઈ ગયો છે. એક તરફ કોંગ્રેસે ગુજરાતને પરિવર્તનનું રાજ્ય બનાવી પ્રતિષ્ઠાનો જંગ ખેલવાનું નક્કી કરી લીધું છે ત્યારે વિસાવદર બેઠકની આ પેટા ચૂંટણી ૨૦૨૭ ની ગુજરાત ધારાસભાની ચૂંટણીનું રિહર્સલ બની રહેશે તે નક્કી છે ત્યારે કોણ હશે આ બેઠકના ભા.જ.પ. ના ઉમેદવાર અને કોણ હશે આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ? એ પ્રશ્ન રાજકીય ક્ષેત્રમાં ઠેર-ઠેર પુછાઈ રહ્યો છે. આ બેઠક પર ભા.જ.પ. અને કોંગ્રેસ તરફથી સ્થાનિક અને લેઉવા પટેલ સમાજના ઉમેદવારો સામસામા ટકરાશે એ પણ લગભગ નિヘતિ છે ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા આ બેઠક પર કેટલા સફળ રહે છે તે ગણિત પણ રાજકિય નિરિક્ષકોમાં મંડાઈ રહ્યું છે.
વિસાવદર - ભેસાણ ધારાસભા મત વિસ્તારની પેટા ચૂંટણીની તારી નક્કી થતા જ સોરઠમાં ચૂંટણીનો માહોલ ઉભો થઈ ગયો છે. ભા.જ.૫. અને કોંગ્રેસ આ બેઠક કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવશે એ વાત પણ નક્કી છે અને કોંગ્રેસ દ્વારા આ અનુસંધાને આ બેઠક હેઠળ આવતા ત્રણેય તાલુકાના આગેવાનોની એક બેઠકનું આયોજન પણ વિસાવદરના સુંદરબાગ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના પ્રભારી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, પરેશ ધાનાણી, પુંજાભાઈ વંશ અને ભરત અમીપરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સ્થાનિક એટલે કે વિસાવદર - ભેસાણ પંથકના સંભવિત ઉમેદવારની ચર્ચા કરશે. આવી સ્થિતિ વચ્ચે ભા.જ.પ. ના માજી ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી અને હર્ષદભાઈ રીબડીયા વચ્ચે પસંદગી કરવાનું મન મનાવી લીધું હોવાનું ભા.જ.પ. ના આધારભૂત સુત્રોએ જણાવ્યું છે.
વિસાવદર ધારાસભા મત વિસ્તારના ચૂંટણી પરિણામો તરફ નજર કરીએ તો કોંગ્રેસ અને ભા.જ.પ. ના સ્ટ્રાઈકીંગ રેઈટમાં કોંગ્રેસ પાંચ વાર અને ભા.જ.૫. ચાર વાર વિજેતા થયા છે. આવી સ્થિતિ વચ્ચે આ વખતે ભા.જ.પ. કોને મેદાનમાં ઉતારે અને કોંગ્રેસના ઉમેદવાર કોણ હોય? તેના મંડાતા જુદા-જુદા ગણિતો વચ્ચે એક શકયતા પ્રમાણે ૨૦૨૨ ની ચૂંટણી જીત્યા બાદ તરત જ આમ આદમી પાર્ટી છોડી ભા.જ.પ. માં આવેલા ભૂપત ભાયાણી ઉમેદવાર તરીકે આવે તે લગભગ નિヘુિત મનાય છે અને તેના પછી માજી ધારાસભ્ય (૨૦૧૪ અને ૨૦૧૯) હર્ષદ રીબડીયાનું નામ પણ વિચારણા હેઠળ હોય તેવા સંકતો મળી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ભૂપતભાઈ ભાયાણીની પસંદગી થાય તો એજ પંથક એટલે કે ભેસાણ પંથકમાંથી નિતિનભાઈ રાણપરીયા જેઓ હાલ ભેસાણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને વરિષ્ઠ આગેવાન છે તેમની પસંદગીની શકયતા વધુ બળવતર બની છે. જોકે, વિસાવદરના કાલસારી જિલ્લા પંચાયત બેઠકના સભ્ય ચંદ્રિકાબેન વાડોદરીયા અને કરશનભાઈ વાડોદરિયા પણ કોંગ્રેસના આ બેઠકના મજબૂત ઉમેદવાર મનાય છે અને ત્રીજું નામ ભેસાણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ભાવેશ ત્રાપસીયા તથા ભરતભાઈ વિરડીયા પણ ચર્ચામાં છે. ઉપરાંત કોંગ્રેસ ટોચના શિક્ષણ શાષાી ડો. પ્રિયવદન કોરાટનુ નામ પણ ગંભીરતા વિચારી રહી છે. આ અને અન્ય ઉમેદવારોની ચર્ચા કરવા આવતીકાલે સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો વિસાવદર ખાતે મળી રહ્યા છે.
વિસાવદરની બેઠક પર શંકરસિંહ વાઘેલાએ વિસાવદરની બેઠક પર ઉમેદવાર તરીકે જાંબુડીના સરપંચ લાલભાઈ કોટડીયા અગાઉ જ જાહેર કરી ચૂકયા છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
