<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ટંકારાની ૯૦ લાખની ધાડ-લુંટ મામલે લગધીરગઢના યુવાનને ઉપાડી લેતી પોલીસ

દિગ્‍વીજય ઢેઢીની બનાવ સમયે હાજરી હોવાનું ખુલ્‍યું: પુછતાછમાં ચોંકાવનારી વિગતો ખુલે તેવી વકી

 (જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા., ર૬: અઠવાડિયા પૂર્વે રાજકોટ મોરબી હાઇવે ઉપર હોટલ ખજૂરાના ર્પાકિંગમાંથી આંગડિયા પેઢીના સંચાલકની કારમાંથી રૂ.૯૦ લાખની લૂંટ - ધાડ મામલે પોલીસે ટંકારા તાલુકાના લગધીરગઢ ગામના યુવાનની સંડોવણી ખુલતા અટકાયતમાં લઈ પુછતાછ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ અઠવાડિયા પૂર્વે રાજકોટ - મોરબી હાઇવે ઉપર આંગડિયા સંચાલકની કારનો પીછો કરી ટક્કર મારી ટંકારા નજીક હોટલ ખુજરાના ર્પાકિંગમાંથી રૂ.૯૦ લાખની રોકડની લૂંટ- ધાડ મામલે પોલીસને મહત્‍વની સફળતા મળી છે.પોલીસે આ લૂંટના બનાવના સ્‍થાનિકની સંડોવણી અંગે તપાસ કરતી હોય જેમાં લગધીરગઢ ગામના દિગ્‍વિજય અમરશીભાઈ ઢેઢી ઉ.૩૨ નામના યુવાનની સંડોવણી સામે આવતા હાલના આ યુવાનને અટકાયતમાં લેવામાં આવ્‍યો છે.

ઉલ્લેખનીય છે કે, આ યુવાન તાજા ભૂતકાળમાં આર્થિક ભીંસમાં લાપતા બન્‍યો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.બીજીતરફ આ લૂંટ-ધાડમાં દક્ષિણ ગુજરાત સુધી તપાસ લંબાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સંજોગોના લૂંટની ઘટના સમયે રાજકોટ હાઇવે ઉપર જેની હાજરી હતી તેવા  લગધીરગઢ ગામના દિગ્‍વિજય ઢેઢીની પૂછપરછમાં પોલીસને અનેક રહસ્‍યોનો જવાબ મળે તેમ હોવાનું પણ સૂત્રો ઉમેરી રહ્યા છે.

(1:48 PM IST)