<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ખંભાળીયાના બ્રહ્મક્ષત્રિય પરિવારમાં ઘેરો શોકઃ પતિના મૃત્‍યુ પછી પત્‍નિનું પણ મૃત્‍યુ

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૨૬:  ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં રહેતા બ્રહ્મ ક્ષત્રિય કાંતિલાલ જગજીવન વીંછી નામના ૭૫ વર્ષના પ્રૌઢ ગત ૨૪/૫/૨૫ ના રોજ હૃદય રોગના હુમલો આવતા મળત્‍યુ નીપજ્‍યું હતુ તથા આજે તેમની પ્રાર્થના સભા હતી.

ત્‍યારે ગઈ કાલે રાત્રે જામનગર હોસ્‍પિટલમાં સારવાર લઈ રહેલ તેમના ધર્મપત્‍ની જયશ્રીબેન ઉમર ૭૦ નું પણ ગઈકાલે રાત્રે અવસાન થતા ખંભાળિયામાં તથા બ્રહ્મ ક્ષત્રિય પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી. પતિના મળત્‍યુના બે દિવસમાં પત્‍નીનું પણ પતિ પાછળ સ્‍વર્ગ પ્રયાણની ભાગ્‍યેજ બનતી ઘટના બનતા ભારે શોક છવાયો હતો. જોગાનું જોગ  આજે સાંજે બંનેની પ્રાર્થના સભા પણ આજે સાંજે સાથે રાખવામાં આવી છે. આ કરૂણ ઘટના એ ભારે શોકની લાગણી ફેલાઇ છે.

(2:01 PM IST)