તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
પોરબંદરના ભડ (ઘેડ)માં શ્રી રામદેવજી મહારાજનો પ્રસાદી મહોત્સવ ઉજવાયો
જીવનના ઉત્તમ ગુણો એ સનાતન હિન્દુ ધર્મનો પાયો છેઃ દાતા નાનુભાઈ મોકરીયા : સંતો, મહંતો અને સમાજ અગ્રણીની ઉપસ્થિતિઃ ભજન - ભક્તિ અને ભોજનનો ત્રિવેણી : સંગમ યોજાયોઃ સમગ્ર ગ્રામજનો ધુમાડાબંધ ભોજનરૂપે મહાપ્ર્રસાદ લીધોઃ સમાજની વાડી બનાવવા માટે દસ લાખની ત્રણ વીઘા જમીન આપનાર દાતાનું અભિવાદન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૬: પોરબંદર નજીકના ભડ (ધેડ) ગામે સામાજિક શૈક્ષણિક આઘ્યાત્મિક અને સેવા ક્ષેત્રે આ વિસ્તારમાં જેમનું નામ છે તેવા શ્રી નાનુભાઈ મોકરિયા પરિવાર દ્વારા તાજેતરમાં ભડ ગામના શ્રી રામદેવજી મહારાજના મંદિર ખાતે સનાતન ધર્મનાં તારણ હારને દ્વારકાધિશ ભગવાન શ્રી કળષ્ણનાં અંશ અવતાર નક્લંગનેજાધરી શ્રી રામદેવજી મહારાજના પ્રસાદી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ.
મૂળ ભડ ગામના નિવાસી અને અમદાવાદના સ્થિત નાનુભાઈ મોકરિયા પરિવારની ઉપસ્થિતિમા યોજાયેલ ધર્મસભા સંતો મહંતો અને સમાજ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ ધાર્મિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામા આવેલ હતું . જેમાં એકતા, એખલાસ અને સમન્વયનાં ઉત્સવના અવસરે ગામના રામદેવજી મહારાજ મંદિર ખાતેથી શ્રી રામદેવજી મહારાજની રંગબેરંગી ધ્વજા ભજન કીર્તનની કળશ ધારી બાળાઓ સાથેની શોભા યાત્રા નીકળી હતી ગામની પ્રદિક્ષણા કરી ને શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ મંદિરના પરિસરમાં ધર્મ સભાનાં રૂપમાં ફેરવાઈ હતી
અમદાવાદ સ્થતિ અને ભડ નિવાસી શ્રી નાનુભાઈ મોક રિયા ની ઉપસ્થીમા યોજાયે લી આ ધર્મ સભા મા પોરબંદર જિલ્લા કોળી સમાજના પ્રમુખ લીલાભાઇ ડાકી, પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ ગીગાભાઈ ચાવડા, જિલ્લા કોળી સમાજ ગરબી મંડળના પ્રમુખ લાખાભાઈ મોકરીયા પોરબંદર જિલ્લા કોળી સમાજરત્ન ડો. ઈશ્વરભાઈ ભરડા, દાતા જીવાભાઈ વાસણ,ભડ ગામના સરપંચ રામભાઈ મોકરીયાપૂર્વ સરપંચ મેરૂભાઇ ડાકી, ફુલ રામા (ઘેડ ) ના સરપંચ મનીષભાઈ કિંદર ખેડીયા, પૂર્વ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને જિલ્લા સદસ્ય દિલીપભાઈ મોઢવાડીયા સમાજ શ્રેષ્ઠિ રામભાઈ ડાકી, જગદીશભાઈ ચાવડા શ્રી પ્રવીણ ભાઈ સુરેજા લીલાભાઈ ભરડા (અમદાવાદ) વેપારી અગ્રણી મનસુખભાઈ મોકરીયા સહીત કોળી સમાજ અગ્રણી. સંતો મહંતો અને સાધુઓ ઉપસ્થિત રહ્યા હતાં.
અમદાવાદના વિદ્યાર્થી ભવન અને આરોગ્ય ભવન ના દાતા અને ટ્રષ્ટિ નાનુંભાઈ મોકરીયા એ ધર્મ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે સમાજ વધું સંગઠિત થાય અને પરસ્પર એકાત્મ ના ભાવ જાગળત થાય એક બીજા સહકારથી સમાજ આર્થિક સામાજિક શૈક્ષણિક અને આધ્યાત્યમિક રીતે વિકાસશીલ બની રહે તે સમાજની પ્રત્યેક વ્યક્તિની ફરજ છે જીવનમાં ઉતમસદ ગુણો હિન્દુ ધર્મ નો પાયો છે, જીવનમાં સદગુણો નો વિકાસ થાય તે વિશેષ મહત્વનું ગણાવ્યું હતું.
આ પ્રસંગે કેળવણી કાર ડો. ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું કે, આ ધાર્મિક ઉત્સવ એક તાંતણે સમાજ બાંધવાનું કામ કરી છે સપ, એકતા અને સંગઠન જાળવીને આજની યુવા પેઢી વ્યસન મુક્ત બની શિક્ષિત બની સમાજ ઉત્થાનમા લાગી જવાનું આહવાન કર્યું હતું.
આ પ્રસંગે, જિલ્લા કોળી સમાજ ના પ્રમુખ લીલાભાઈ ડાકી તથા તાલુકા કોળી સમાજના પ્રમુખ ગીગા ભાઈ ચાવડા પોતાના ઉદબોધનમાં આજના યુગમા યુગમાં મનુષ્ય એ ખુબ પ્રગતિ કરી છે ગાડી, બાગ લા, ટેક્રોલોજી વગેરે ક્ષેત્રે ખુબ પ્રગતિ થઈ છે. છતાં પણ આજનો વિકસીત માનવી અશાંતિનો અનુભવ કરી રહ્યો છે માત્ર બાહ્ય પ્રગતિ કયારેય શાંતિ આપતી નથી માનવી જ્યારે આંતરિક સદગુણો ની વળદ્ધિ પામે ત્યારે જ શાંતિનો અનુભવ કરી શકશે માનવીની બાહ્ય પ્રગતિ અધૂરી છે આંતરિક પ્રગતિ સાચી પ્રગતિ ગણાવી અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે ભડ ગામના મિત્રાળા ગામ રોડ પર અંદાજે દસ લાખ ની કિંમતની ત્રણ વીઘા જમીન કોળી સમાજની વંડી બનાવવા સમગ્ર સિમ પુરિયા પરિવાર દાનમાં આપવા બદલ ઝાલા લાભુ ભાઈ અરજનભાઈનું મૂળ ભડના અને અમદાવાદ સ્થિત નાનુભાઈ ખીમાભાઈ મોકરીયાના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરતા તાળીઓના નાદ સાથે સમગ્ર ગામજનો એ ઉભા થઇ સન્માન આપ્યું હતું બાદ દાતા નાનુભાઈ મોકરીયાનું રામદેવજી મહારાજની પ્રસાદીનું પોતાના ખર્ચે આયોજન કરવા અને ભડ ગામને નાત જાતના ભેદભાવ વગર ધૂમડા બંધ જમાડવા બદલ સરપંચનું રામભાઈ મોકરીયાના હસ્તે શાલ ઓઢાડી અદકેરું સન્માન અપાયું હતું
આ ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ નાં અવ સરે સાંજે જ્ઞાતિ જાતિ ના ભેદ ભાવ વગર સમસ્ત ગામના નર નારી ઓ એ સમગ્ર ગામ ધુમાડા બંધ ભોજન રૂપે મહાપ્રસાદ લીધો હતો બાદ કોટવાર ભીખનભાઈ ચુડાસમા તથા ગાદીપતિ નાથાપરિ ગોસાઈ, સંતોની હાજરીમાં રામદેવજી મહારાજનો પાટોત્સવ યોજાયો હતો જેમાં જ્યોત પ્રાગટય બાદ સંતોની સંત વાણી કાર્યક્રમ યોજાયો હતો સિમ પુરિયા પરિવાર દ્વારા ત્રણ વીઘા જમીન પર વિશાળ કંપાઉન્ડમાં સૌએ મહા પ્રસાદ લીધો હતો બાદ આ વંડીનામાં સૌરાષ્ટ્રનાં જાણીતા કલાકારો નૈતિક વ્યાસ, કુલ દીપ ઠાકોરે સંતવાણી પ્રસ્તુત કરીને સૌને ભક્તિમા લિન કર્યા હતા આ સંત વાણીમાં બે લાખ જેટલું ભંડોળ એકત્ર થયું હતું જે ભંડોળ વાડીનાવિકાસમાં અર્પણ કરાયું હતું.
ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત સમાજ અગ્રણી રમેશભાઈ ચુડાસમાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શિક્ષક ભોજાભાઈ મોકરીયાએ સંભાળ્યું હતું જયારે આભાર દર્શને પેસેન્ટરના આચાર્ય હિતેશ ભાઈ ડાકી એ કર્યું હતું આ ધર્મોત્સવ ઉત્સવ અવસરે સમાજ શ્રેષ્ઠિઓ સામતભાઈ મોકરીયા, મનસુખભાઈ મોકરીયા, મેરુભાઈ ડાકી, દેવશી ભાઈ મોકરીયા, હિતેશભાઈ ડાકી, રમેશભાઈ ચુડાસમા, મનસુખભાઈ મોકરીયા સમગ્ર ગામના અગ્રણીઓ, આજુબાજુ ગામના ભાઈ બહેનો ભક્તો એને યુવા ભાઈ બહેનો એ બહોળી સખ્યામાં હાજર રહ્યા હતા
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
