<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ગોંડલ અક્ષર મંદિરે યોગીજી મહારાજની ૧૩૩મી જન્‍મજયંતીની ધામધૂમથી ઉજવણીઃ ૧૩૩ વાનગીઓનો અન્નકૂટ રચાયો

રાજકોટઃ તીર્થધામ ગોંડલ ખાતે આવેલા શ્રી અક્ષર મંદિરે બ્રહ્મસ્‍વરૂપ યોગીજી મહારાજની ૧૩૩મી જન્‍મજયંતીની ભવ્‍ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. સદગુરુ પૂજ્‍ય વિવેકસાગરદાસ સ્‍વામીની ઉપસ્‍થિતિમાં આયોજિત ત્રિ-દિવસીય યોગી પર્વ ભક્‍તિમય વાતાવરણમાં સંપન્ન થયું. આ યોગી પર્વ અંતર્ગત પૂ. વિવેકસાગરદાસ સ્‍વામીએ પારાયણમાં યોગીજી મહારાજના પ્રેરક પ્રસંગોનું રસપાન કરાવ્‍યું હતું. આ પ્રસંગે સત્‍સંગ દીક્ષા ગ્રંથનો વિશેષ મુખપાઠ કરનાર તમામ બાળકો અને બાળકીઓને બિરદાવવામાં આવ્‍યા હતા, જે બાળસંસ્‍કાર અને ધાર્મિક જ્ઞાનના પ્રસારને પ્રોત્‍સાહન આપે છે. યોગી જયંતી નિમિત્તે યોગીજી મહારાજના સ્‍મળતિ મંદિર ખાતે ભક્‍તો દ્વારા ૧૩૩ વાનગીઓનો ભવ્‍ય અન્નકૂટ રચવામાં આવ્‍યો હતો, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો હતો. આ અન્નકૂટ દર્શને મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડ્‍યા હતા. આ ઉજવણીએ ભક્‍તિ, સંસ્‍કાર અને સેવાના ત્રિવેણી સંગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું.(૪૦.૩૦)

(2:21 PM IST)