તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
વિંછીયા પોલીસે ગુંદાળા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો
દારૂ-બિયર અને બે કાર સહિત ૬.૩૮ લાખનો મુદામાલ કબ્જેઃ બુટલેગર પ્રવિણ જોગરાજીયાની શોધખોળ

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થા સાથે વિંછીયા પોલીસનો સ્ટાફ અને બે કાર નજરે પડે છે.
રાજકોટ, તા., ૨૬ : વિંછીયા પોલીસે ગુંદાળા ગામે રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો અને બે કાર સહિત ૬.૩૮ લાખનો મુદામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા ઇ/ચા. પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજ દ્વારા દારૂ તથા જુગારની અસામાજીક પ્રવળતી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા ગોંડલ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે. પી. રાવ , ઇન્ચાર્જ પો. ઈન્સ. કે. બી. ગઢવી તથા સ્ટાફનાઓ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, પ્રકાશભાઈ ડાંગર તથા પો. કોન્સ. અમીતભાઇ સુરૂ ના ઓને સંયુકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે પ્રવિણ ઉર્ફે ધુધો શિવાભાઈ જોગરાજીયા રહે. ગુંદાળા ગામની સીમમા તા.વિંછીયા વાળો પોતાની કબજા ભોગવટા વાળી વાડીમા રહેણાંક મકાને ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી હકીકત મળતા રેઇડ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ તથા બીયરનો અલગ અલગ બ્રાન્ડનો કુલ જથ્થો ૧૮૬ બોટલ ટીન મળી કુલ મુદામાલ કિં.રૂ. ૮૮,૩૩૨/- તથા એક અલ્ટોકાર તથા એક વેગન આર કાર મળી કુલ મુદામાલ કિં.રૂ. ૬,૩૮,૩૩૨/- નો કબજે કરી મજકુર ઇસમ હાજર મળી આવેલ ના હોય પકડવા પર બાકી તેની સામે પ્રોહી કલમ- ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
