<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ખંભાળિયાના રામનાથ સોસાયટીમાં રઘવાયેલા આખલાએ એક મહિલા સહિત ત્રણને ઉલાળ્યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૨૬ : ખંભાળિયાના રામનાથ સોસાયટીમાં રઘવાયેલા આખલાએ એક મહિલા સહિત ત્રણ ને ઉલાળ્યા હતા જેથી દોડધામ મચી ગઇ હતી.ખંભાળિયા શહેરના રામનાથ સોસાયટીમાં ખૂટિયો હડકાયો થયો હતો.

સોસાયટીમાં અફરા તફરી મચી જવા પામી હતી અહી ની સેવાકીય સંસ્થા એનિમલ કેર અને નગરપાલિકાના સ્ટાફે  ખૂંટિયાનું રેસ્ક્યુ કર્યું હતું

(3:25 PM IST)