<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

જામનગરમાં રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ!

ધો. 1 થી 12ના રાજગોર સમાજના વિદ્યાર્થીઓને લાભ અપાયો : જ્ઞાતિના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દલવાડીનગર સ્થિત સમાજવાડી ખાતે કાર્યક્રમ યોજાયો

જામનગર : જામનગર શહેરના શ્રી રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એક પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. જામનગરમાં વસવાટ કરતા રાજગોર સમાજના ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે નોટબુક વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો.
આ કાર્યક્રમ રવિવારે, તા. 25-05-2025ના રોજ સાંજે શ્રી રાજગોર બ્રાહ્મણ સમાજ વાડી, દલવાડીનગર, જામનગર ખાતે યોજાયો હતો. આ સમારોહમાં જ્ઞાતિના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં નોટબુક વિતરણ:
આ પ્રસંગે જ્ઞાતિના અગ્રણીઓ ભીખાભાઈ નકાભાઈ અસ્વાર, નંદલાલ નાથાભાઈ સવાણી, સમસ્ત બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ મનિષાબેન સુંબડ, જીવણભાઈ ભીમાભાઈ અસ્વાર, રાજાભાઈ કાનાભાઈ ઓડીચ, મુરૂભાઈ ડાડુભાઈ મથર, વીજયભાઈ નરસીભાઈ ઓડીચ, કારૂભાઈ રામભાઈ બુજડ, મેહુલભાઈ મુળજીભાઈ અસ્વાર, અનીલભાઈ ભીખાભાઈ ઓડીચ, સંજય વાલાભાઈ ઓડીચ, પરેશભાઈ મેઘજીભાઈ અસ્વાર, અશ્વિન ભીખુભાઈ અસ્વાર, પિયુસ લખમણભાઈ સીહોરા, હાર્દીક ધનાભાઈ ઓડીચ, કીસન આલાભાઈ અસ્વાર, ભોજાભાઈ વરજાગભાઈ અસ્વાર, સુભાષ ભાણજીભાઈ ઓડીચ, વીરમભાઈ મુરૂભાઈ ઓડીચ, માયાભાઈ ત્રિકમભાઈ ઓડીચ, રોહીત દેવરાજભાઈ અસ્વાર, રામજીભાઈ દેવુભાઈ સીહોરા, અને સાતીલાલ લાખાભાઈ ઓડીચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ તમામ મહાનુભાવોની હાજરીમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલો આ પ્રથમ પ્રયાસ હતો, જે શિક્ષણ પ્રત્યેની તેમની કટિબદ્ધતા દર્શાવે છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થશે.

 

(9:13 PM IST)