તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
આજે વિસાવદરમાં ભાજપની સેન્સ પ્રક્રીયા
મોહનભાઈ કુંડારીયા, કમલેશ મીરાણી, ગૌતમ ગેડીયા, અમીબેન પરીખ સેન્સ લેશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : આગામી ૧૯મી જુને વિસાવદર બેઠક ઉપર વિધાનસભાની પેટાચૂંટણી યોજનાર છે. અને ૨૩મીએ મતગણતરી થનાર છે ત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ફરી ગરમ બન્યો છે. આ બેઠક ઉપર કબ્જો જમાવવા ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દરમિયાન ભાજપ દ્વારા આજે વિસાવદર બેઠક ઉપર આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે.
પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ અને વિસાવદર બેઠકના પ્રભારી કમલેશભાઈ મીરાણી, ભાજપ અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા અને જામનગરના અમીબેન પરીખ સેન્સ લઈ રહ્યા છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦ વાગ્યાથી સેન્સ પ્રક્રિયા ચાલુ છે. ચૂંટણી લડવા ઈચ્છુકો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. સાંજ સુધી સેન્સ પ્રક્રિયા ચાલુ રહેશે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
