News of Wednesday, 28th May 2025
વઢવાણમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને તોડફોડ કરી ભાલો લઇ જવાયો : લોકોમાં રોષ : પોલીસ તપાસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૮: સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના મુખ્ય માર્ગો સહિતના સ્થળોએ મહાપુરૂષો, વીરપુરૂષો સહિતના લોકોની પ્રતિમાઓ આવેલી છે. ત્યારે આવી પ્રતિમાને અવારનવાર નિશાન બનાવીને નુકસાન સાથે ખંડિત કરવાની ઘટનાઓ ચિંતાજનક વધી રહી છે. ત્યારે વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાને નુકસાન પહોંચાડી અને ભાલો લઇ જતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી.
આ સમગ્ર ઘટના મામલે સુરેન્દ્રનગરના વિશુભા સતુભા ઝાલાએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, તા.૨૭-૫-૨૦૨૫ને સવારે અંદાજે ૧૦.૩૦ કલાકની આસપાસ કોઇ અજાણ્યા શખસે વઢવાણ ધોળીપોળ બાજુ જૂના પુલના છેડે બસ સ્ટેન્ડ પાસે આવેલી વીર પુરૂષ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુનો (પ્રતિમા) જમણા હાથનો કોણીથી નીચેનો ભાગ સિમેન્ટ બ્લોકના ટુકડાથી તથા પથ્થરથી તોડી નાંખેલ છે, ૮ વર્ષ પહેલા પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી હતી વઢવાણ ધોળીપોળ બાજુ જૂના પુલના છેડે બસ સ્ટેન્ડ પાસે ૮ વર્ષ પહેલા વઢવાણ નગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી હતી.
આ પ્રતિમાએ અવાનવાર ક્ષત્રિય સમાજ સહિતના લોકો દ્વારા ફૂલહાર સાથે કાર્યક્રમો પણ કરવામાં આવે છે. સીસીટીવી સહિતની તપાસ કરાશે આ અંગે વઢવાણ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ ટી.બી.હિરાણીએ જણાવ્યું કે, ફરિયાદના આધારે ટીમો બનાવીને તપાસ ચાલુ છે. જે સ્થળે બનાવ બન્યો છે તેના સીસીટીવી ફૂટેજનું ચેકિંગ સહિતની તપાસ કરવામાં આવી રહી છે. નુકસાન કરી હાથમાં રહેલો ભાલો લઈ જઈ દ્વેષની લાગણીઓને ઙ્કોત્સાહન આપે તેવું જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું ભારત દેશવાસીઓમાં તથા સમાજમાં વર્ગ વિગ્રહ થાય તેવું ઇરાદાપૂર્વક કળત્ય કરી ગુનો કર્યો હતો. આ બનાવ અંગે વઢવાણ પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ગુનો નોંધાયો છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
