તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 28th May 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ઇન્ટરવ્યુમા બોલાવ્યા વગર ભરતી પ્રક્રિયા કરાયાનો આક્ષેપ
સેનેટરી સબ ઇન્સ્પેકટરની ભરતીમાં અન્યાય થયાનો અરજદારોનો આક્ષેપ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૨૮: સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં ૬ માસની મુદત માટે કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે અલગ-અલગ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી અને ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા હતા. જેમાં અરજી કરનાર ઉમેદવારોએ અમુક ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવ્યા વિના ભરતી પ્રક્રિયા કર્યાની ફરિયાદ સાથે આવેદન આપ્યું હતું. સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોએ આક્ષેપ કર્યા હતા કે મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા તમામ ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં બોલાવ્યા વગર જગ્યા ભરવા લાગવગ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવા કામગીરી હાથ ધરી છે. જેથી આ ભરતીમાં મોટાપાયે કૌભાંડ થયું હોય તેવું લાગે છે.
જેમાં ૧૦ ઉમેદવારને બોલાવવામાં નહીં આવ્યા હોવાની ફરિયાદ કરાઈ હતી. આથી તમામ ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં બોલાવ્યા વગર સિલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે ગેરકાયદે છે. તેમજ સેનિટેશન વિભાગના પૂર્વ ઈન્ચાર્જ ક્વોલિફાઈડ ન હોવા છતાં સેનિટેશન ખાતાના વડા શૈક્ષણિક લાયકાત વિના વડા થઈને ફરે છે. તેથી તાત્કાલિક ભરતીની કાર્યવાહી રદ્દ કરવી જો તેમ નહીં કરાય તો કોર્ટમાં જવાની ચીમકી પણ આપવામાં આવી હતી.
અરજદારો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં સુરેન્દ્રનગર કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. અરજદારો દ્વારા યોગ્ય ભરતી કરવા માટે માંગ ઉઠી છે. લાગતા વળગતાને ભરતી કરી લીધા હોવાનો પણ મહાનગરપાલિકા સામે આક્ષેપ લાગ્યો છે
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
