News of Wednesday, 28th May 2025
સોલડીના શિક્ષકનું પાટડીમાં મોત
બસ સ્ટેન્ડમાં પંખો રિપેર કરવા આવેલા શિક્ષકને હૃદયરોગનો હૂમલો, મળતકના સગાએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો

વઢવાણ તા.૨૮: પાટડીના જૂના બસ સ્ટેન્ડમાં એક શિક્ષકનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. મળતક શિક્ષક રાજેન્દ્રભાઇ કુબેરભાઈ જાદવ બુબવાણા ગામના વતની હતા અને સોલડી ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.
બપોરના સમયે પંખો રિપેર કરવા આવેલા રાજેન્દ્રભાઇને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા.
મળતકના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ પરથી તેમની ઓળખ થતાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો બુબવાણાથી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન મળતકના એક સગાએ નશાની હાલતમાં હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. તેણે ડોક્ટર કલ્પેશને ધક્કો માર્યો અને પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી.
પાટડી પોલીસ મથકના ડો.શ્યામલાલે જણાવ્યા મુજબ, યુવકની ગેરવર્તણૂકને કારણે પોલીસને બોલાવવી પડી હતી. પાટડી પીઆઇ બી.સી. છત્રાલિયાએ જણાવ્યું કે યુવક વિરુદ્ધ નશામાં હોબાળો મચાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
