<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

જામજોધપુર ભાજપ સંગઠનમાં હોદેદારોની વરણીમાં કાર્યકરોને વિશ્વાસમાં ન લેવાયા?

જામજોધપુર તા.૨૮: જામ જોધપુર ભાજપમાં જૂથવાદ માથાના દુખાવા સમાન થઈ ગયો છે એમાય ખાસ કરીને નગર પાલિકામાં વરિષ્ઠ આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના ટીકીટ ફાળવણી બાદ અસંતોષ છે ત્‍યારે ભાજપના સંગઠનમાં પ્રમુખોની વરણીમાં આહિર સમાજ અને લેઉઆ પટેલ સમાજ સહિત અન્‍ય સમાજને વિશ્વાસમાં ના લેવાઅંદર ખાને કાર્યકરોમાં અસંતોષનો કકળાટ ઉકળ્‍યો છે તેવી રાજકીય ચર્ચા જાગી છે લાલપુર - જામ જોધપુર વિધાન સભા ની સીટ ઉપર આહીર સમાજ અને લેઉઆ પટેલ સમાજના મતો પ્રથમ અને બીજા ક્રમાંકે આવતા હોય અને વર્ષો થયા ભાજપ સાથે જોડાયેલ હોય સંગઠનમાં સમાવવામાં ન આવતા તેમાં અસંતોષની લાગણી ઉકળી રહી છે

આગામી મહિનાઓમાં યોજાનારી જીલ્લા તાલુકા પંચાયતની ચુંટણીમાં આની અસર પડી શકે તેમ છે તથા૨૦૨૭ ની ધારાસભાની ચુંટણીના પરિણામમાં પણ મામલો થાળે નહિ પડે તો ભારે અસર પડશે તેવૂ હાલની પરિસ્‍થિત જોતો લાગી રહ્યું છેઅને ૨૦૨૨ ની ધારા સભા જેવી પરિસ્‍થિતીનું ફરી નિર્માણ થશે તે રીત ની રાજકીય ધરી રચાઈ રહી છેત્‍યારે ગાઇડ લાઇન વિરૂદ્ધ થયેલ હોદેદારોની નિમુંણકમાં કોની ચાણકય બુદ્ધી કામ કરી રહી છે તે ચર્ચા નો વિષય છે ત્‍યારે સંગઠનની હોદેદારેની વરણીમાં પાલિકા ચુંટણી વખતે ભાજપ ના જ નેતા કે જેને હાલ પક્ષમાંથી સસ્‍પેન્‍ડ કરેલ તે નેતાએ નગરપાલિકા ચૂંટણીમાં ટીકીટ ફાળવણીમાં ભાજપની ચંડાળ ચોકળી નેતાગીરી પર ટીકીટ કાપવાનો ખુલ્લા આક્ષેપ કરેલ અને તે સમયે આક્ષેપ સાથે વિડીયો પણ વાયરલ કરેલ તેજ નેતાગીરી પર ફરી રાજકીય બજારમાં સંગઠનમાં હોદેદારોની વરણીમાં મનમાની કરી હોવાનું ચર્ચાઈ રહેલ છે, આ વરણીની અસર કાર્યક્રમોમાં પણ જોવા મળી રહી છે તિરંગા યાત્રામાં કાર્યકરોની પાંખી હાજરીમાં પણ આજ કારણ ચર્ચાઈ રહેલ છે આ કાર્યક્રમમાં કર્મચારીઓની હાજરીથી મહદ અંશે સંખ્‍યા દેખાવા પામી હતી

(11:28 AM IST)