News of Wednesday, 28th May 2025
આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગરમા કાયચિકિત્સા વિભાગ દ્વારા વિશ્વ થાઈરોઈડ દિવસ નિમિતે હાઇપોથાયરોઇડિઝમના દર્દીઓ માટે નિ:શુલ્ક જાગૃતિ-ચિકિત્સા કેમ્પ
વજન વધવું, થાક લાગવો, સૂકી ત્વચા, વાળ ખરવા, અસામાન્ય માસિક ધર્મ, ઘોઘરો અવાજ, ચિંતા અને નિરાશા જેવા લક્ષણો જોવા મળે તો હાઇપોથાયરોઇડિઝમ હોવાની શકયતા વધું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૮ : આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર ખાતે કાયચિકિત્સા વિભાગ દ્વારા તા. ૩૦ મે શુક્રવારે સવારે ૯ થી ૧૨:૩૦ દરમિયાન ઓ.પી.ડી. રૂમ નંબર – ૧૧, ઓ.પી.ડી. બ્લોક, આયુર્વેદ પરિસર, આઇ.ટી.આર.એ. ખાતે હાઇપોથાયરોઇડિઝમના દરદીઓ માટે જાગૃતિ સહ: સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વજન વધવું, થાક લાગવો, સૂકી ત્વચા, વાળ ખરવા, અસામાન્ય માસિક ધર્મ, ઘોઘરો અવાજ, ચિંતા અને નિરાશા જેવા લક્ષણો જો જાણવા મળે તો હાઇપોથાયરોઇડિઝમ હોવાની શકયતા વધું છે. તો આ પ્રકારના લક્ષણો ધરાવતા દરદીઓ માટે રોગ વિષે માહિતી અને તેના ઇલાજ માટે ઇટ્રા ખાતે આ કેમ્પમાં કાયચિકિત્સા વિભાગના વડા પ્રો. મંદીપ ગોયલ અને તેની તજજ્ઞ આયુર્વેદાચાર્યોની ટીમ દ્વારા જાગૃતિ સહ: ચિકિત્સા આપવામાં આવશે.
જેનો લાભ લેવાં સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી દ્વારા યાદીમાં જણાવાયું છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
