તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
મેટોડા જીઆઇડીસી પોલીસે બે ચોરાઉ બાઇક સાથે બે શખ્સોને ઝડપી લીધા
ખીરસરામાંથી સ્પેલેન્ડર અને ન્યારી ડેમેથી એકસેસ ચોર્યાની કબુલાત તસ્વીરમાં પકડાયેલા બંને શખ્સો ચોરાઉ બાઇક સાથે નજરે પડે છે.

રાજકોટ તા.૨૮: મેટોડા જીઆઇડીસી પોલીસે બે ચોરાઉ બાઇક સાથે બે શખ્સોને પકડી પાડી બે વાહન ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ તથા ગોંડલ ડીવીઝનના ડી.વાય.એસ.પી. કે.જી.ઝાલા દ્વારા વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય મેટોડા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ના એસ.એચ.શર્માની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્વોડન સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં હતા તે દરમ્યાન પો. કોન્સ. રવુભાઇ ગીડને બાતમી રાહે હકીકત મળેલ કે ચોરી કરેલ એકસેસ તથા સ્પ્લેન્ડર મો.સા. સાથે બે ઇસમો નિકળનાર છે. જે બંને વાહનોમાં નંબર પ્લેટ નથી. જેથી વોચમાં રહી (૧) હેમબ્રમા પીન્ટુ મુન્નાભાઇ ધંધો મજુરી રહે. હાલ મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં. ૧ અંજલી પાર્ક તુહી ઠાકર વાળી શેરીમાં તા. લોધીકા તથા (૨) મયુર ખીમજીભાઇ ઝાલા ધંધો મજુરી રહે. મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.૧ અંજલી પાર્ક વીરાટ એપા, પાછળ ફલેટ નં.૩૦૩ તા. લોધીકા ને ઝડપી લઇ પૂછતાછ કરતા સ્પેલેન્ડર બાઇક ખીરસરા પાસે અને એકસેસ બાઇક ન્યારી ડેમ પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.
આ કાર્યવાહીમાં મેટોડા જીઆઇડીસી પો.સ્ટે.. ના પો. હેડ કોન્સ. યોગીરાજસિંહ, અજયસિંહ જસમતભાઇ આંબાભાઇ, પો. કોન્સ. રવુભાઇ લક્કીરાજસિંહ બાબુભા તથા નિતિનકુમાર ધીરજભાઇ દ્વારા કરવામાં આવી હતી
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
