<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

ભાવનગરમાં યુવાનની ઘાતકી હત્‍યા

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮: ભાવનગર શહેરમાં આજે બપોરે સુભાષનગર વિસ્‍તારમાં યુવાનની હત્‍યા થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સુભાષનગર પંચવટી ચોકમાં ધોળા દિવસે કેવલ આહિર નામના યુવાનની તીક્ષ્ણ હથિયારો વડે હત્‍યા થતા નાસભાગ મચી જવા પામી હતી. પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી ગયોહતો. બનાવને પગલેલોકોના ટોળા એકઠા થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ મરનાર ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા મહિલા એએસઆઈના પુત્ર છે.(૨.૨૩)

(3:10 PM IST)