<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટ નિકાલ અભિયાન

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખંભાળીયા તાલુકામાં સિંહણ નર્સરી ખાતે પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૮ : વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણી રૂપે  સમગ્ર દેવભૂમિ જિલ્લામાં તા.૨૨ મે થી તા.૫ જૂન ૨૦૨૫ સુધી "Ending Plastic Pollution Globally" થીમ પર અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, 

આ ઉપક્રમે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 'પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ ડ્રાઇવ' અંતર્ગત સિંહણ નર્સરી ખાતે પ્લાસ્ટિક કચરો એકઠો કરીને તેનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(3:18 PM IST)