<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

જામનગરમાં દારૂબંધીનો કડક અમલ : પકડાયેલો ₹૪૧.૮૩ લાખનો ૧૭,૪૯૭ બોટલ વિદેશી દારૂનો જથ્થો સરાજાહેર નાશ કરાયો!:જુઓ વિડીયો

રાજકોટ રેન્જ આઇજી અને જામનગર એસપીની સૂચનાથી પંચ-એ, પંચ-બી અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો વિશાળ જથ્થો એરપોર્ટ નજીક સમિતિની હાજરીમાં નાશ કરાયો

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર, બુધવાર, ૨૮ મે, ૨૦૨૫: જામનગર જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવાના ભાગરૂપે પોલીસે પકડેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો આજે સરાજાહેર નાશ કરવામાં આવ્યો છે. પંચ-એ, પંચ-બી અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાના કામે પકડાયેલી ૧૭,૪૯૭ બોટલો, ચપટા અને બીયર ટીન મળી કુલ ₹૪૧,૮૩,૫૨૭/- (એકતાળીસ લાખ ત્યાસી હજાર પાંચસો સતાવીસ રૂપિયા) ની કિંમતના વિદેશી દારૂના મુદામાલનો નાશ કરાયો હતો.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી
આ કાર્યવાહી રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. દારૂના આ વિશાળ જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ દ્વારા મંજૂરી મેળવવામાં આવી હતી.
સમિતિની હાજરીમાં નાશ કરાયો મુદામાલ
આજરોજ, લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા, જામનગર ગ્રામ્ય વિભાગના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને સરકારી સમિતિના અધ્યક્ષ બી.એ. કાલરિયા, જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા, જામનગરના નશાબંધી અને આબકારી અધિકારી ઝેડ.એફ. સિધિ, કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. પનારા, પંચ-એ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખ અને પંચ-બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડની કમિટી દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગર સિવિલ એરપોર્ટ પાસે, CISF કમ્પાઉન્ડની દિવાલ નજીક આવેલી સરકારી ખરાબાની જગ્યામાં આ તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દારૂબંધીના કાયદાના કડક અમલ અને ગુનેગારોને કાયદાનો ડર બેસાડવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

(5:47 PM IST)