તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Thursday, 29th May 2025
કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ગરમાટો: ૧૬૬ ગામોમાં ૧૫૨ સામાન્ય બેઠકો અને ૨૪૧ બેઠકો ઉપર પેટા ચૂંટણી
ઔદ્યોગિક એકમોની નજીકના ગામોમાં સરપંચ પદની ભારે બોલબાલા : આ ચૂંટણીમાં પરોક્ષ રીતે રાજકીય પક્ષોનું વજન ચોક્કસ અનુભવાય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : ૨૨ જૂનના ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ કચ્છમાં રાજકીય ગરમાટો આવી ગયો છે. હાલે ૧૬૬ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે. આંકડાકીય રીતે વાત કરીએ તો કુલ ૧૦ તાલુકાના ૧૬૬ ગામોમાં ૧૫૨ બેઠકો ઉપર સામાન્ય અને ૨૪૧ બેઠકો ઉપર પેટા ચૂંટણી થશે. ઔદ્યોગિક વિકાસ બાદ કચ્છમાં ગ્રામ પંચાયતમાં સરપંચ પદ્દ મહત્વનું અને કસદાર હોઈ ચૂંટણીઓ રસપ્રદ બની છે. પંચાયતના સભ્યો નું પણ મહત્વ વધ્યું છે. ગ્રામ પંચાયતમાં આમ તો રાજકીય ચિહ્નો કે પક્ષ દ્વારા સીધી ચૂંટણી લડાતી નથી. પરંતુ પરોક્ષ રીતે રાજકીય પક્ષોનું વજન ચોક્કસ અનુભવાય છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
