News of Thursday, 29th May 2025
ગોંડલના કોલીથડ આઈ મચ્છો માતાજી પુનિયામામાની બીજ અને મચ્છો માતાજીની તિથિ નિમિત્તે ભરવાડ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૯: ગોંડલ તાલુકા નાં કોલીથડ ગામે આઇ મચ્છોમાતાજી તથા પુનિયામામાની બીજ તથા મચ્છો માતાજીની તિથિ નિમિતે ભરવાડ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરાયુ હતું.
આ પ્રસંગે ૭૦૦ લિટર દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. કોલીથડ ગામની ભરવાડ સમાજની મહિલાઓ પોતાની પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ હતી. તેઓ દૂધ ભરેલા પિત્તળના બેડા માથા પર લઈને કોલીથડ બસ સ્ટેન્ડથી મુખ્ય બજારમાં આવેલા મચ્છો માતાજીના મંદિર સુધી ભાવપૂર્વક પગપાળા નીકળી હતી.
ભરવાડ સમાજના નેહડા (સામુદાયિક સ્થળ) ખાતે સમાજના સૌ લોકો પોતાના ઘરેથી દૂધ લઈને આવ્યા હતા, જેનો ઉપયોગ અભિષેક માટે કરવામાં આવ્યો હતો.
આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરવાડ સમાજના આગેવાનો મહેશભાઈ ભાયાભાઈ શિયાળ, જગદીશભાઈ નાથાભાઈ ચાવડીયા, હીરાભાઈ થોભણભાઈ ગરીયા, ગોવિંદભાઈ દેવાભાઈ ચાવડીયા, વિજયભાઈ જાદવભાઈ બતાળા, સંજયભાઈ ભોજાભાઈ ચોરીયા અને બાવનજીભાઈ બચુભાઈ ચાવડીયાએ જહેમત ઉઠાવી હતી. ભરવાડ સમાજ દ્વારા વર્ષ દરમિયાન આવા અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
