<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

કચ્‍છના બન્ની થી વાગડ સુધીના આહિર સમાજે લગ્ન પ્રસંગને સંવેદના સાથે જોડી ‘‘સેવા સાધના''ને ૮ લાખ રૂપીયાનું માતબર દાન આપ્‍યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૯:  હિંદુ ધર્મમાં લગ્ન સંસ્‍કારનું વિશેષ મહત્‍વ છે. એટલે જ સદીઓ થી લગ્નની સંસ્‍કાર ધામધૂમથી ઉજવણી કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. વૈશાખ મહિનાની અંધારી તેરસ ના દિવસે કચ્‍છ ના આહિર સમાજ ના ઘણા ઘરે લગ્નનો માંડવો બંધાય છે અને પરિણયોત્‍સવ ઉજવાય છે. તાજેતર માં યોજાયેલા લગ્ન પ્રસંગોમાં સેવા સાધનાના કાર્યકર્તાઓએ યજમાન પરિવારોનો સંપર્ક કરી સેવા યજ્ઞમાં યથાયોગ્‍ય અહુતી આપવા વિનંતી કરી અને આહિર સમાજે વિનંતી ને સહર્ષ વધાવી લીધી.  શુભ પ્રસંગે સમાજહિત અને માનવસેવા માં સહભાગી થવાન ના સાત્‍વિક ઉદેશ્‍ય સાથે અહીર સમાજના આહીર પરિવાર, માતા પરિવાર, જાટીયા પરિવાર, ડાંગર પરિવાર, ઢીલા પરિવાર, ચાડ પરિવાર, બત્તા પરિવાર, છાંગા પરિવાર, ગાગલ પરિવાર અને વરચંદ પરિવારો એ સમાજ ના વંચિત અને ઉપેક્ષિત લોક માટે કાર્ય કરતી સંસ્‍થા સેવા સાધના  ને ૮,૦૩,૩૧૧ રૂપિયા નું દાન આપીને સમાજ માટે પ્રેરણા રૂપી અને અનોખી સ્‍તુત્‍ય પહેલ કરી છે. આ દાન કેટલાય વંચિત લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવશે અને લગ્નોત્‍સવમાં સેવાકાર્યનું નવું પરિમાણ જોડાશે.

દાતા પરિવારો દ્વારા દાનના ચેક સંસ્‍થાના ટ્રસ્‍ટી માવજીભાઈ સોરઠીયા, નારાણભાઈ વેલાણી, જયંતીભાઈ નાથાણી અને દામજીભાઈ જાટીયા ને અર્પણ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે રા.સ્‍વ.સંઘ સૌરાષ્‍ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી, સહ પ્રાંત પ્રચારક કમલેશભાઈ રાદડિયા, ત્રિકમભાઈ છાંગા, કચ્‍છ વિભાગ માં. સંઘચાલાક્‍જી હિંમતસિંહ વસણ, પヘમિ કચ્‍છ જિલ્લા માં.સંઘચાલાક્‍જી ભરતભાઈ દરજી, ધનસુખભાઈ વાઘાણી, હરિભાઈ બરાડીયા, રામજીભાઈ વીરા, ભાવેશભાઈ મેસુરાણી, શ્રી જયદીપભાઈ સોલંકી, વાલજીભાઈ સુથાર ઉપસ્‍થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સેવા સાધના - કચ્‍છ સંસ્‍થા સમગ્ર કચ્‍છમાં સામાજિક, સ્‍વાવલંબન, શિક્ષણ અને આરોગ્‍ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી ચલાવી રહેલ છે. કચ્‍છના દુર્ગમ અને સરહદી વિસ્‍તાર એવા બન્ની - પચ્‍છ તથા શહેરના આર્થિક નબળા વિસ્‍તારના બાળકોમાં રાષ્‍ટ્ર ભાવના પ્રબળ બનાવવા સંસ્‍કાર કેન્‍દ્રો ચલાવવામાં આવે છે. વાગડના દુર્ગમ વિસ્‍તાર અને સરહદી વિસ્‍તારના બાળકો માટે છાત્રાલય કાર્યરત છે. આ ઉપરાંત બન્ની વિસ્‍તારમાં આર્થિક રીતે પછાત લોકોને પાંસઠ મકાન અને નવ મંદિરોનું નિર્માણ તથા તેઓ સ્‍વાવલંબી બને તે માટે અનેક પ્રયાસો અવિરતપણે ચાલી રહ્યા છે.

સંસ્‍થા વતી પ્રમુખ માવજીભાઈ સોરઠીયા તમામ પરિવારોનો હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો જેમણે આ શુભ લગ્ન પ્રસંગે દાન આપી સમાજસેવા માટે પોતાની સંવેદનશીલતા અને માનવતાનો ભાવ વ્‍યક્‍ત કર્યો હતો.

(11:13 AM IST)