<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

રાણાવાવના ઠોયાણામાં જમ્‍યા બાદ ૭ ને ફુડ પોઇઝનીંગ

એક જ પરિવારના સાત સભ્‍યોએ જમવામાં કેરીનો રસ અને અડદનું શાક ખાધા બાદ ઝાડા-ઉલ્‍ટીઃ પોરબંદરની સરકારી હોસ્‍પીટલમાં ખસેડાયા

 

 

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૯ : અઠવાડીયા પહેલા નજીકના રતનપરમાં એક ધાર્મિક પ્રસંગમાં જમ્‍યા બાદ પાંચ વ્‍યકિતઓને ઝેરી અસર થયા બાદ ફુડ પોઇઝનીંગનો બીજો બનાવ જીલ્લામાં બન્‍યો છે.

રાણાવાવના ઠોયાણામાં ઘેર જમવામાં સાથે કેરીનો રસ અને અડદનું શાક ખાધા બાદ એક પરિવારના ૭ સભ્‍યોને ફુડ પોઇઝનીંગ થતા તેઓને પોરબંદરની સરકારી હોસ્‍પીટલે ખસેડાયેલ છે.

રાણાવાવના ઠોયાણામાં ઓડેદરા પરિવારે ઘેર જમવામાં સાથે કેરીનો રસ અને અડદનું શાક બનાવીને ખાધા હતા. જમ્‍યા બાદ દેવીબેન નગાભાઇ ઓડેદરા (ઉ.વ.૬૦), નગાભાઇ મામાભાઇ (ઉ.વ.૬પ), બાધીબેન કેશુભાઇ (ઉ.વ.૩૦) અને કીરણબેન કેશુભાઇ (ઉ.વ.૧ર) સહીત કુલ ૭ સભ્‍યોને ઝાડા-ઉલ્‍ટી શરૂ થઇ જતા આ સાતેય સભ્‍યોને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્‍પીટલે ખસેડાયેલ છે. ફુડ પોઇઝનીંગ થયેલ સાતેય વ્‍યકિતઓની સરકારી હોસ્‍પીટલમાં સારવાર તાત્‍કાલીક શરૂ કરવામાં આવી છે. (૪.૬)

 

(11:22 AM IST)