<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

દેવભુમી દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્‍યક્ષતામાં કોવિડની તૈયારીઓની સમીક્ષા

કોવિડ અંગે જરૂરી આનુષંગિક તમામ સામગ્રીઓ સુનિશ્ચિત કરવા કલેકટરે જરૂરી સુચનો આપ્‍યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૯: જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્‍યક્ષતામાં કલેકટર કચેરી ખાતે કોવિડ અંગેની વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓ બેઠક યોજી હતી. 

બેઠકમાં કલેકટરે જિલ્લામાં કોવિડના કેસોની સ્‍થિતિ, હોસ્‍પિટલોમાં  ઓક્‍સિજન પ્‍લાન્‍ટ, વેન્‍ટિલેટર, આર.ટી.પી.સી.આર કીટ, ઓક્‍સિજન કોન્‍સન્‍ટ્રેટર સહિત જરૂરી દવાઓનો પુરવઠો તેમજ હોસ્‍પિટલમાં બેડ સહિતની તમામ આનુસંગિક વ્‍યવસ્‍થાઓ સુનિヘતિ કરવા જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. તેમજ કોવિડના કેસોનું ચોકકસ મોનીટરીંગ થાય તે માટે આરોગ્‍ય વિભાગને સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  એ.બી. પાંડોર, નિવાસી અધિક કલેકટર  ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક હેતલ જોશી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:34 AM IST)