<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

હરીદ્વારમાં મેંદરડાના પૂ.સુખરામદાસબાપુ દ્વારા શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ

વ્‍યાસાસને કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતા તા. ૫ થી ૧૧ જૂન સુધી સંગીતની સુરાવલી સાથે રસપાન કરાવશેઃ સંતો-મહંતો આશિર્વચન પાઠવશે

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ તા.૨૯: મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના મહંત પુ.સુખરામદાસ બાપુ ગુરૂશ્રી રામકિશોરદાસ બાપુ દ્વારા આગામી તા.૫ જુનને ગુરૂવાર તા. ૧૧ જૂન બુધવાર સુધી શ્રી યંત્ર મંદિર ગંગાજીના કિનારે હરિદ્વાર (કનખલ) ઉતરાખંડ ખાતે આયોજીત કરાવ્‍યું છે.

જેમાં દરરોજ સવારે ૯ થી૧ આંતરરાષ્‍ટ્રીય ભાગવતચાર્ય ડો. મહાદેવ પ્રસાદ મહેતા સંગીતની સુરાવલી સાથે કથા નું રસપાન કરાવશે.

આ કથાનું દિપપ્રાગટય મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી આઇશ્રી રૂપલમાં શ્રીશ્રી ભગવતી આઇશ્રી દેવલમાાં અને સમજુ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા તેમજ પુ. મુકતાનંદનબાપુ સિધ્‍ધયોગી દશરથગીરીબાપુ મામા સરકાર રાજુભાઇ ચુડાસમા તેમજ સંતો મહંતો મહામંડલેશ્વરો માં પુ. રામદયાલદાસજી  વિશોકાનંદ ભારતીજી, જગજીવનદાસબાપુ પુ. રાજેન્‍દ્રદાસબાપુ સતાધારથી વિજયબાપુ જૂનાગઢના મહેશગીરી બાપુ મહાદેવગીરી બાપુ તેમજ ધુનડા સતપુરણ ધામ આશ્રમના પુ.જેન્‍તિરામ બાપા વેરાવળના શાસ્‍ત્રી કલ્‍પેશ ભાઇ મહેતા અને અતિથી વિશેષ તરીકે જૂનાગઢ ત્રિમુર્તિ હોસ્‍પિટલના ડો. ડીપી ચિખલીયા કે જે હોસ્‍પિટલના ડો. ભાવિનભાઇ છત્રાળા ભાણવડના ડો. પાર્થ રાવલીયા તેમ જૂનાગઢ અકિલાના બ્‍યુરો ચીફ વિનુભાઇ જોષી સહિતના ઉપસ્‍થિત રહેશે.

ગુરૂવારે બપોરે ૩ કલાકે પોથી યાત્રા નિકળશે અને વાજતે ગાજતે કથા સ્‍થળે પહોંચશે અને દિપપ્રાગટય સાથે શ્રીમદ ભાગવત સપ્‍તાહનો પ્રારંભ થશે કથા દરમ્‍યાન શુક્રવારે કપિલ પ્રાગટય શનિવારે શ્રી નૃસિંહજી પ્રાગટય અને રવિવારે વામનજી પ્રાગટય શ્રી રામપ્રાગટય અને કૃષ્‍ણ પ્રાગટય તેમજ સોમવારે ગોવર્ધન પૂજા મંગળવારે શ્રી કૃષ્‍ણ ઋક્ષ્મણી વિવાહ બુધવારે દશાંશ યજ્ઞ સાથે કથા વિરામ લેશે.

પુ. બ્રહ્મલીન સંતશ્રી રામકિશોરદાસજી બાપુના કૃપા પાત્ર શિષ્‍ય એવા પુ સુખરામદાસ બાપુ એ ગુરૂ પરંપરા જાળવી તેમના ગુરૂદેવ ની જેમ મેંદરડામાં માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સુત્ર સાર્થક કરી રહ્યા છે. અને મેંદરડાનારાજીમંદિર ખાતે સનાતન ધર્મની જયોત જલાવી દરવર્ર્ષે પુ. સુખરામદાસબાપુ ભાગવત સપ્‍તાહ હનુમાનચાલીસ દેવી ભાગવત વગેરેનુ આયોજન કરી લોકો ને ધાર્મિક સંસ્‍કારો આપી રહયા છે. તેમજ અનેક વિધ સેવા કિયા પ્રવૃતિ સાથે સામાજિક અને ધાર્મિક પ્રવૃતિઓ સાથે સનાતન ધર્મ સંરક્ષણ સર્વધનના પ્રચાર અને પ્રસારની પ્રવૃતિ કરવામાં આવે છે. તેમજ  ગોૈશાળામાં ગાયોનું દુધ જરૂરીયાતમંદ બાળકોને વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવે છે. અને ગોૈમાતાનું ગોૈમુત્ર તેમજ ગાયોના ગોબરનો દેશી ઉપચારમાં ઉપયોગ માં લેવામાં આવે છે મધુવંતી નદીના કિનારે આખા મઢીમાં ભજન ભોજન સાધના ભકિતનો સમન્‍વય જોવા મળે છે આત્‍માને પરમાત્‍મા સુધી પ્રાપ્‍તી કેમ થાય તેનું સુખરામદાસબાપુ માર્ગદર્શન આપે છે. વધુ વિગત માટે મો. નં. ૯૯૧૩૬ ૦૧૦૦૮ ઉપર સંપર્ક સાધવા જણાવેલ છે.

(11:35 AM IST)