<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

શાપર-વેરાવળમાં તાવ આવતા એક વર્ષના હર્ષલ ફળદુનું મોત

બાળકે રાજકોટની હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ર૯ :.. શાપર-વેરાવળમાં રહેતા એક વર્ષના બાળકને તાવ આવતા તેનું રાજકોટની હોસ્‍પિટલમાં મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં અંજની પાર્કમાં રહેતા હરેશભાઇ ફળદુનો એક વર્ષનો પુત્ર હર્ષલને છેલ્લા બે દિવસથી તાવ આવતો હોઇ તેની ખાનગી દવાખાનામાં સારવાર કરાવી હતી. બાદ ગઇકાલે તેની તબીયત બગડતા તેને સારવાર માટે રાજકોટની જનાના હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. આ અંગે શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:36 AM IST)