News of Thursday, 29th May 2025
રાજકોટ જીલ્લા પોલીસે બેને પાસામાં ધકેલ્યા
જામકંડોરણાના બુટલેગર ધાના કોડીયાતર અને મેટોડોમાં મારામારીના ગુન્હામાં રાજકુમારસિંહને વડોદરા જેલમાં ધકેલી દેવાયા

રાજકોટ તા. ર૯ :.. જીલ્લા પોલીસે જામકંડોરણાના બુટલેગર અને મેટોડા જીઆઇડીસીની મારામારીમાં સંડોવાયેલ બે શખ્સોને પાસા તળે જેલમાં ધકેલી દિધા હતાં.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અસામાજીક પ્રવૃતિ કરતા તત્વો ઉપર પગલા લેવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ જામકંડોરણા પો. સ્ટે. વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં ગે. કા. ઇગ્લીશ દારૂના કેસમાં પકડાયેલ આરોપી ધાના આલાભાઇ કોડીયાતર (ઉ.ર૯) રહે. રાણપુર વાડી વિસ્તાર, ભઠ્ઠીની ગોલાઇથી ઉપર તા. ભાણવડ જી. દેવભૂમિ દ્વારકા વાળા વિરૂધ્ધ પોલીસ ઇન્સ્પેકટર વી. વી. ઓડેદરા એલ. સી. બી. રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇન્સ. એચ. સી. ગોહીલ એલ. સી. બી. દ્વારા ગે. કા. ઇગ્લીશ દારૂ વેચાણના ગુન્હા આચરનાર ઇસમ વિરૂધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, રાજકોટ તરફ મોકલતા રાજકોટ જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રભવ જોષી, દ્વારા મજકૂર ઇસમની પાસા મંજૂર કરતા મજકૂર ઇસમને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાસા તળે ધકેલી દેવાયો હતો. પાસામાં ધકેલાયેલ આલા કોડીયાતર સામે અલગ અલગ પોલીસ મથકમાં દારૂના ૯ ગુન્હાઓ નોંધાયા છે.
આ કામગીરી ગ્રામ્ય એલસીબીના એએસઆઇ બાલકૃષ્ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા તથા શકિતસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. અરવિંદસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, કૌશીકભાઇ જોષી, ભાવેશભાઇ મકવાણા, ડ્રા.પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા તથા અબ્દુલભાઇ શેખ દ્વારા કરવામાં આવેલ છે.
તેમજ મેટોડા જીઆઇડીસી પો.સ્ટે.ના પો.ઇન્સ. એસ.એચ.શર્માએ તાજેતરમાં મેટોડા જીઆઇડીસી પો.સ્ટે.માં ગેઇટ નં.ર પાસે બનેલ ખુનની કોશીષના બનાવના મુખ્ય આરોપી વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ તથા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય મારફત રાજકોટ જીલ્લા મેજીસ્ટ્રેટ પ્રભવ જોષી તરફ મોકલતા તેઓશ્રી દ્વારા જાહેર વ્યવસ્થા વિરૂધ્ધના કૃત્યો કરનાર ઇસમને ભયજનક વ્યકિત ગણી પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા મજકુર ઇસમ રાજકુમારસિંહ ઉર્ફે કુમાર યુવરાજસિંહ ઉર્ફે ધાુભા જાડેજા રહે. શીશાંગ ગામ, નાની ડેલી, તા. કાલાવડ ને પકડી પાડી પાસા તળે વડોદરા જેલમાં ધકેલી દેવાયો હતો.
આ કામગીરી એલસીબી રાજકોટ ગ્રામ્યના પો.ઇન્સ. વી.વી.ઓડેદરા, તથા મેટોડા જીઆઇડીસી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એચ.શર્મા, એએસઆઇ બાલકૃષ્ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા તથા એએસઆઇ મયુરસિંહ પો.હેડ કોન્સ. યોગીરાજસિંહ અજયસિંહ, પો.કોન્સ. રવુભાઇ તથા સુભાષભાઇ દ્વારા કરવામાં આવી હતી.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
