News of Thursday, 29th May 2025
પોરબંદરમાં પ્રિ-મોનસૂન કામગીરી પહેલા ભોગોલિક અભ્યાસની જરૂરઃ વરસાદ બાદ ગંદકીનો મોટો પ્રશ્ન

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૯: ગ્રીષ્મ ઋતુના પ્રારંભની સાથે સાથે એક બીજી મોૈસમની સમાંતર ઋતુની કાર્યવાહી કરાય જે ચોમાસાની સાથે તેની ઓળખ પ્રિ-મોન્સુન નથી આપેલ છે. સરકારી સ્થાનીકે સ્વરાજની સંસ્થામા ંવર્ષા ઋતુ પ્રારંભ પહેલાની પ્રિ મોન્સન શબ્દ જુસ્સાભેર આરંભ કરાય છે. આ પ્રિ-મોૈનસુન કામગીરીમાં મહત્વ પૂર્ણ વરસાદી પાણીનો ભરાવો, નિકાલ, ગંદકી,સફાઇ, વિગેરે કામગીરી.
ચોમાસા પૂર્વ પાણીના નિકાલના સ્ત્રોતની સફાઇ કામગીરી આરંભાય, ગ્રામ્ય વિસ્તારમાં નહેર વિગેરેની સફાઇ કરાય પરંતુ મોટા ભાગની ફરીયાદ છે સ્થળ પર થતી નથી માત્ર કાગળ પર સ્થળ હાજરી બતાવી કરાવી દેવાય છે. તેમાં પણ છૂપા રૂસ્તમ વહીવટ ચલાવનારા વર્ગથી લઇ પટાવાળા સ્થાનીક શહેર ગ્રામ્ય વિસ્તાર કે જીલ્લાની ભૂગોળની પૂર્ણ માહિતી પૂર્વ મુળ પ્રાચીન રેકર્ડ નકશા આધારીત-અભ્યાસ પૂર્ણ હોતી નથી તેની પાસે ખુશ રહે તુમ ખુશ રહો ખુશ રહે.
ગુજરાત રાજય વડીઅદાલતના પૂર્વ ન્યાય મુર્તિ વર્તમાન ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમુર્તિશ્રી એક કેસમાં સામી ટકોર કરી છે. તેની કોઇ અસર સરકારમાં કે સ્થાનીક સ્વરાજની સંસ્થામાં પડી નથી. જનતા રીબાય છે. તેમાં પણ સ્થાનીક સ્વરાજ સંસ્થા પોરબંદર પુર્વ નગરપાલીકા અને વર્તમાન છેલ્લા પાંચ માસથી એટલે કે તા. ૧૨-૧-ર૦રપ થી નગર પાલીકામાંથી રૂપાંતરીત થયેલ મહાપાલીકાનો વહીવટ લીટી તાણે એવો રહયો છે.
તાજેતરમાં જ ભારત સરકારે આતંકવાદ નાથવા અંકુશમાં લેવા જે કાર્યવાહી કરી તેની નોંધ લેવી ઘટે સમગ્ર વિશ્વમાં ભારત દેશ શું છે તેની ક્ષમતા તાકાત શું તે બતાવ્યું ? આતંકવાદ નાથવા ઓપરેશન સર્જીકલ ઓપેરશન સિંદુર ઉચ્ચ કારગીલ પગલા લીધા તેની નોંધ લઇ સ્થાનીક હકિકત પોરબંદર પુર્વ નગર પાલીકાના અને વર્તમાન છેલ્લા પાંચ માસના મહા પાલીકાના પ્રજાકીય અને કમિશનર શાસનમાં જે વહીવટની ચર્ચા અસંતોષ દંતકથા બની ચર્ચીત બનેલ છે અને બનતો જાય છે તે માટે તેમજ કલેકટર કચેરીથી લઇ અન્ય સરકારી કચેરીઓ, બોર્ડ નિગમો અને સ્પર્શ કર્તા અન્ય એકમો આર્થીક વહીવટ ઓપરેશન ભ્રષ્ટાચાર નામ આપી વહીવટ તપાસ સત્ય બહાર લાવી ભ્રષ્ટાચારીઓ પુર્વ વહીવટ કર્તાઓ પદાધિકારી ભ્રષ્ટ નગર સેવકો સામે ઓપરેશન ભ્રષ્ટાચાર દ્વારા કાર્યવાહી કરવાની જરૂર છે.
આ દિશામાં સરકાર ખાસ હુકમ પરંતુ સરકારને નામે વહીવટમાં સામે નેતાઓ સચિવો કે અન્ય હિંમત દર્શાવી આગળ આવશે? મોન રહેશે આર્થીક કે અન્ય કોઇ પણ રીતે સધ્ધરતા પ્રતિષ્ઠા મેળવી વાહ વાહ કરાવે. પરંતુ તેના マદય અને અંતર આત્માને પુછે. જયારે શિક્ષા તો સામાન્ય જનતા કે મિલ્કત માલીકો ઘંટીના બે પલની વચ્ચે આવી દબાય છે.
ટેકસના ભારણનો બોજો આવી પડે છે. આવી પડયો છે. તાજેતરમાં ચર્ચીત ભ્રષ્ટ વહીવટના ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ કારણે ઘંટીના બે પળમાં દરાણી અને બોજો આવી પડયો પ્રજા ઉપર.
બંધારણની અવગણના કરનારા અને ફરજ અને જવાબદારી નિભાવવાના ઓઠા નીચે આંખે કાળી પટ્ટી અને કામમાં રૂના પુંમડા ભરાવી શાસન ચલાવનારા ગેરકાનુની રીતે સવલત કરી આપનાર હિસ્સેદાર પરોક્ષ અપરોક્ષ પોતાના સ્વાર્થે નજીવા ખાતર રાજયની કે દેશની જનતાને બાનમાં રાખનારા મુકી ભરજે. લોકો સરકારના નામે શાસનમાં સવલત કરી આપનારા ભ્રષ્ટ અધિકારીઓનો વચેટીયાઓનો પણ નાશ કરવાની જરૂર છે અને તે સમય પાકી ગયેલ છે.(ભલે પછી તે કોઇ પણ પક્ષના કે સરકારમાં પરસ્પર સામેલ હોય આવાના પાપે જનતા રીબાય યાને વિદાય છે અને ટેકસના ભરણમાં દબાતી જાય છે. તેની દિશા કે અંતના છેડા મળતા નથી.
છોતેર વરસની વિશ્વાસની મોટી લોકશાહી અને તોંતેર વર્ષની પ્રજાકીય બંધારણીય હક્ક ધરાવતી પ્રજાકીય શાસનની લોકશાહીમાં ભ્રષ્ટાચાર ઘુસણખોરોના જોરદાર પગપેસારો આંખ -કાન હોવા છતા આંખે કાળી પટ્ટી ધારણ કરેલ તેમજ બંને કામમાં રૂના પુંમડા ભરી શાસનમાં સામેલ હોય તેવી વ્યકિત અધિકારી ભ્રષ્ટનેતા હોય ત્યારે વિશ્વની આ મોટી લોકશાહી માટે સ્થિતિ શરમજનક આઘાતજનક કહેવાય?
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
