News of Thursday, 29th May 2025
ગોંડલમાં શ્રી હનુમાનજી મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ સંપન્ન

ગોંડલઃ જેતપુર રોડ સાંઢીયા પુલ પાસે અજંતાનગરમાં આવેલા શ્રી હનુમાનજી મંદિરે પાટાવાળા મામાદેવ મિત્ર મંડળના ઉપક્રમે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઇ હતી. વ્યાસપીઠ પરથી ભાગવતચાર્ય શાષાી અશોકભાઇ ગારીયાધારવાળાએ કથા રસપાન કરાવ્યું હતું. કથાનો સમય રાત્રીના ૮ થી ૧૧ હતો. કથા દરમ્યાન નરસિંહ અવતાર, વામન જન્મ, શ્રીરામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, કુંવરબાઇનું મામેરૂ, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામા ચરિત્ર વગેરે ઉત્સવો ભાવપૂર્વક ઉજવવામાં આવ્યા હતા. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો મોટી સંખ્યામાં ભકતોએ લાભ લીધો હતો. તેમ મામાદેવ મિત્ર મંડળ પાટાવાળાના સહયોગથી સંપન્ન થઇ હતી. (તસ્વીર- અહેવાલઃ જયસ્વાલ ન્યુઝ- ગોંડલ)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
