<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

વેરાવળમાં હત્‍યા કરનાર મિત્ર ઝબ્‍બે

તસ્‍વીરમાં મૃતક યુવાન તથા નીચે બેસેલ આરોપી નજરે પડે છે

વેરાવળ, તા.૨૯: ભીડીયા રામદેવજી મંદિર વિસ્‍તારમાં રહેતા સંજય પ્રેમજી લોઢારી પોલીસમા ફરીયાદ કરેલ છેકે મારો ભાઈ મહેશ પ્રેમજી લોઢારી તેમના મીત્રો સાથે દરીયાકિનારે મચ્‍છી મારવાની ગળી ના ભાગ પાડતા હતા તે દરમ્‍યાન તેજ વિસ્‍તારમાં રહેતા તેના મીત્ર વિપુલ અનીલ ઠાકોર આવી પહોંચેલ હતો અને તેને બગદાણા થી લાવેલ કંઠી બીજા મીત્રને પહેરાવતા મહેશભાઈ એ કહેલ કે આવા માણસો પાસે કંઈ લવાય નહી જેથી બંન્ને વચ્‍ચે ગાળાગાળી થયેલ હતી તેમજ ઝપાઝપી થતા મીત્રોએ છોડાવેલ હતા પણ અડધો કલાક બાદ ફરી બન્ને વચ્‍ચે ગાળાગાળી ઝપાઝપી થતા વિપુલ છરી વડે હુમલો કરી મહેશને શરીરમાં અનેક જગ્‍યાએ આડેધડ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારેલ હોય જેથી તાત્‍કાલીક ગભીર હાલત માં હોસ્‍પીટલે ખસેડેલ છે જયાં ડોકટરોએ તેમને મળત જાહેર કરેલ હતો.  તા.૨૭ના રાત્રે સાતેક મીત્રો મળેલ હતા ત્‍યારે નજીવી બાબતે આ હત્‍યા થતા પરીવારમાં અરેરાટી ફેલાય છ બંને યુવાનો મજુરી કામ કરતા હોય અને ભીડીયા રામદેવજી મંદિર પાસે રહે જે અનુસંધાને વેરાવળ સીટી પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી એચ.આર.ગોસ્‍વામી સર્વેલન્‍સ પો.સ્‍ટાફના પો.સબ.ઇન્‍સ.આર.આર. રાયજાદા સાહેબ ના માર્ગદર્શન અન્‍વયે વેરાવળ સીટી પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍કોડ એ.એસ.આઇ.વજુભાઇ ઉગાભાઇ તથા હરેશભાઇ લખમણભાઇ તથા પો.હેડ.કા.ન્‍સ. વિશાલભાઇ પેથાભાઇ ગળચર તથા પ્રદિપસિંહ વાલાભાઇ ખેર પો.કોન્‍સ.અશોકભાઇ હમીરભાઇ મોરી તથા નદિમભાઇ શેરમહમદભાઇ બ્‍લોય તથા રવિભાઇ રામસિંગભાઇ તથા કલ્‍પેશભાઇ કાનાભાઇ તથા કુલદીપસિંહ મેરામણભાઈ તથા જયેશ બાલુભાઇ એ રીતેના પો.સ્‍ટાફના માણસો વેરાવળ સીટી પો.સ્‍ટે.વિસ્‍તારમાંને મળેલ હકિકત આધારે આરોપીને ગણત્રીના કલાકોમા પકડી પાડી પ્રસંસનીય કામગીરી કરેલ છે. પકડાયેલ આરોપી-વિપુલ અનીલ ઠાકોર રહે.વેરાવળ ભાલકા વિસ્‍તાર છે.(

(11:45 AM IST)