<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ભાવનગરમાં સવારે ૧ ઇંચઃ સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવન સાથે ઉકળાટ

સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવતઃ બપોરના સમયે ગરમીની અસર વધુ

રાજકોટ તા.૨૯: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે અસહય ઉકળાટ સાથે પવનના સૂસવાટા ફુંકાય રહયા છે. અને આવા વાતાવરણ વચ્‍ચે ભાવનગરમાં આજે સવારે એક ઇંચ વરસાદ પડયો હતો. આજે સવારથી સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં ગઈકાલે ૪૦.૪ ડિગ્રી ગરમી નોંધાઈ હતી અને લોકો બફારાથી ત્રાહિમામ પોકારી ગયા હતા. દરમિયાન આજે વહેલી સવારે ૪ થી ૬ દરમિયાન ધોધમાર વરસાદ ભાવનગર શહેરમાં પડી ગયો હતો. જોકે સવારના સાત પછી ફરી બફારો ગરમી શરૂ થઈ હતી.

ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી બફારા થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગઈકાલે બુધવારે તો મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી વધી ૪૦.૪ ડિગ્રી નોંધાયું હતુ. ભારે વરસાદની આગાહી વચ્‍ચે પણ ભાવનગર માં વરસાદી માહોલ જામ્‍યો ન હતો. અને લોકો બફારાથી પરેશાન થઈ ગયા હતા.

દરબાર આજે વહેલી સવારે ૪ વાગે ભાવનગર શહેરમાં વરસાદ તૂટી પડ્‍યો હતો. સવારે  ૪ થી ૬ દરમિયાન શહેરમાં ૨૪ મી.મી. અને ૬થી ૮ દરમિયાન ૧ મી.મી. સહિત કુલ ૨૫ મી.મી. વરસાદ આજે સવારે ભાવનગરમાં નોંધાયો છે.

આજે સવારે લઘુતમ તાપમાન ૨૫.૫ ડિગ્રી નોંધાયું હતુ. જ્‍યારે સવારે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ૮૬% રહ્યું હતું. પવનની ઝડપ સવારે ૧૨ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૮, મહતમ તાપમાન ૩૫.૨, ભેજનું પ્રમાણ ૭૮%, પવનની ગતિ ૧૦.૬ કિ.મી. રહી છે.(

(11:58 AM IST)