<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

બોટાદમાં લુખ્ખા તત્વોનો આતંક, ૬-૭ લોકોએ JCB સાથે આવી મકાન તોડી પાડ્યું

રાજ્યમાં લુખ્ખા તત્વોનો આતંક અટકવાનું નામ લઈ રહ્યો નથીઃઆ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે આ બંને ભાઈઓને સોનાવલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

બોટાદ,તા.૨૯

રાજ્યમાં લુખ્ખા તત્વોનો આતંક અટકવાનું નામ લઈ રહ્યો નથી. બોટાદમાં લુખ્ખા તત્વોનો આતંક વધુ એક વખત સામે આવ્યો છે. ગઢડા રોડ પર ઈન્ડિયન પેટ્રોલ પંપની સામે રાત્રિના ૨ વાગ્યાની આસપાસના સમયે લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી હતી. સ્કોર્પિયો ગાડીમાં આવીને બોટાદમાં માથાભારે શખ્સોએ ગઢડા રોડ પર તરખાટ મચાવ્યો હતો. આ લુખ્ખા તત્વો JCB સાથે આવીને મકાનની દિવાલ સહિત બાંધકામો તોડી પાડ્યા હતા. ૬થી ૭ વ્યક્તિઓએ મકાન માલિકને ઢોર માર માર્યાની પણ ફરિયાદ છે. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બંને ભાઈઓને સોનાવલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ માથાભારે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.

(10:26 PM IST)