<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ભાવનગરમાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા : કુલ 7 એક્ટિવ કેસ :તમામ હોમ આઈસોલેશનમાં રખાયા

નીલમબાગમાં 31 વર્ષનો યુવાન, ધોધા રોડ પર રહેતા 55વર્ષના આધેડ અને ગાયત્રીનગરમાં 48 વર્ષના આધેડ પુરુષને કોરોના વળગ્યો

ભાવનગર જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. ભાવનગરમાં બુધવાર સુધીમાં 4 કેસો નોંધાયા હતા, ત્યારે ગુરુવારે વધુ 3 નવા કેસો નોંધાયા હતા. આમ શહેર અને જિલ્લામાં હાલ 7 જેટલા કેસો સામે આવી ચૂક્યા છે. જેને પગલે શહેર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલા હાથ ધરવામાં આવ્યા છે. આ તમામ 7 દર્દીઓમાં ગંભીર લક્ષણો ન જણાતા હાલ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે કોરોના કેસ આવતા જ કોરોનાની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી હાથ ધરી છે

    ભાવનગરમાં ગુરુવારે કોરોનાના વધુ 3 નવા કેસો નોંધાયા હતા. જેમાં નિલમબાગમાં 31 વર્ષના એક પુરુષ પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત ઘોઘા રોડ પર 55 વર્ષના આધેડ તથા ગાયત્રીનગરમાં પણ 48 વર્ષના આધેડ પુરુષ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આમ જિલ્લા અને શહેરમાં હાલ 7 એક્ટિવ કેસ થયા છે.  


 


 

(10:32 PM IST)