<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

આટકોટ-ગોંડલ ચોકડી પાસે ચીલઝડપ કરનાર બે બાઇકસવારની શોધખોળ

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા. ૩૦ઃ આટકોટ-ગોંડલ ચોકડી પાસે બાઈક સવાર મહિલાના ગળામાંથી ઝોંટ મારી સોનાના ચેઇનની ચિલઝડપ કરી સમડી ફરાર થઈ જતાં આટકોટ પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

બનાવ અંગે આટકોટમાં પાંચવડા રોડ પર કૈલાસનગરમાં રહેતાં ચેતનભાઈ  પંડિતરાય પંચોલી (ઉ.વ.૫૫) એ આટકોટ પોલીસ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું. તેઓ તેના પત્ની બીનાબેન સાથે ઘરેથી વિરનગર મંડળીમા સહી કરવા માટે – જવાનુ હોય જેથી બાઈક લઈ દંપતી વિરનગર ગયેલ અને ત્યાથી નિકળી ઘરે જતા હતા તે વખતે આટકોટ ગોંડલ ચોકડી પાસે આવેલ વરણી રાજ હોટલની પહેલા પહોંચતા ત્યાં બે અજાણ્યા બાઈક ચાલક જે નંબર પ્લેટ વગરનુ બાઈક હોય તે બાઈક ચાલકે તેની પાછળ બેઠેલ અજાણ્યા માણસે જેમને માથાઉપર હેલ્મેટ પહેરેલ હતું. અજાણ્યા શખ્સો બાઈકમાં તેમની પાછળ આવેલ અને તે બાઈકમાં પાછળ બેઠેલ અજાણ્યા શખ્સે ફરિયાદીની પત્ની બીનાબેનના ગળામાં પહેરેલ રૃ.૬૦ હજારનો સોનાનો ચેઇન ગળામાંથી આંચકી ઝુટવી લઇ નાસી છૂટયા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી આટકોટ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. આટકોટ પોલીસે  ઘટના સ્થળે દોડી ગયા હતાં અને આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી.(૬.૧૧)

(11:26 AM IST)