<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

વીસાવદર વિધાનસભા ચૂંટણી માટે ભાજપા જુનાગઢ મહાનગર દ્વારા હોદેદારોની વરણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૩૦: પ્રદેશ ભાજપાની સુચનાથી ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખ ગૌરવ રૂપારેલિયા દ્વારા આગામી યોજાનાર વિસાવદર વિધાનસભાની પેટા ચુંટણી સંદર્ભે જુનાગઢ મહાનગર દ્વારા ચુંટણી વ્‍યવસ્‍થા માટે નીચે મુજબનાં હોદેદારોને જવાબદારી સોંપવામાં આવેલ છે જેમાં ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં પુર્વ મહામંત્રી વિનુભાઈ ચાંદેગ્રા, પુર્વ કોર્પોરેટર જયેશભાઇ ધોરાજીયા, મહિલા મોરચાનાં પુર્વ પ્રમુખ જ્‍યોતીબેન વાડોલીયા તથા સ્‍વામી વિવેકાનંદ યુવક બોર્ડ નાં પુર્વ સંયોજક કેવીન અકબરી ને વીસાવદર વિધાનસભા માં ચુંટણી વ્‍યવસ્‍થા માટે વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે તેમ મિડિયા વિભાગનાં સંજય પંડયાની યાદી જણાવે છે.

(9:48 AM IST)