<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

કાલે કેજરીવાલ, ભગવંત માન, આતીશી વિસાવદરમાં: ગોપાલ ઇટાલીયા ફોર્મ ભરશે

ગોપાલ રાય, ઇસુદાન ગઢવી સહિતનાની ઉપસ્‍થિતીમાં આમ આદમી પાર્ટી દ્વારા જન આર્શિવાદ યાત્રા

રાજકોટ, તા. ૩૦: આમ આદમી પાર્ટીના વિસાવદર  પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ એક વીડિયોના માધ્‍યમથી મહત્‍વપૂર્ણ એલાન કરતાં જણાવ્‍યું હતું કે, વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થઈ છે અને આમ આદમી પાર્ટીએ મને વિધાનસભાનો ઉમેદવાર બનાવ્‍યો છે. તો કાલે ૩૧ મે શનિવારના રોજ ઉમેદવારી પત્ર ભરીશ. સવારે ૯:૩૦ વાગ્‍યે વિસાવદરના સરદાર ચોક ખાતે વિશાળ સંખ્‍યામાં કાર્યકર્તાઓ અને સમર્થકોને સાથે ‘જન આર્શીવાદ યાત્રા'નું આયોજન કરવામાં આવ્‍યું છે અને આ ‘જન આશીર્વાદ યાત્રા' બાદ ફોર્મ ભરવામાં આવશે. આ તકે આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય સંયોજક અને દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલજી આ મહત્‍વપૂર્ણ અવસર પર વિસાવદર પધારી રહ્યા છે.

સાથે સાથે પંજાબના મુખ્‍યમંત્રી સરદાર ભગવંત માન, દિલ્‍હી સરકારના પૂર્વ સીએમ આતિશી, દિલ્‍હી સરકારના પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ અને લોક લાડીલા નેતા ઈસુદાન ગઢવી, ધારાસભ્‍ય ચૈતર વસાવા, ધારાસભ્‍ય હેમંત ખવા,  ધારાસભ્‍ય ઉમેશ મકવાણા ધારાસભ્‍ય સુધીર વાઘાણી,  પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી સાગર રબારી, કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા સહિત અનેક નેતાઓ મારા જેવા સામાન્‍ય વ્‍યક્‍તિને સપોર્ટ આપવા માટે ૩૧ મેના રોજ વિસાવદરના સરદાર ચોક ખાતે પધારી રહ્યા છે.

વિસાવદરમાં રહેતા તમામ શુભચિંતકો, ખેડૂતો, યુવાનો, માલધારીઓ, વેપારીઓ, રત્‍ન કલાકારો સહિત તમામ ગુજરાતભરના આમ આદમી પાર્ટીના સમર્થકોને, કાર્યકર્તાઓને, જાગળત નાગરિકોને, એક્‍ટિવિસ્‍ટોની, પત્રકારોને, ગુજરાતમાં બદલાવની ચાહત રાખનાર તમામ લોકોને વિનંતી કરું છું કે ૩૧ તારીખે ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે, તો તમામ લોકો પણ ઉમેદવારી પત્ર ભરવા સમયે હાજરી નોંધાવો, મને આશીર્વાદ આપો અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા ગોપાલ ઇટાલીયા દ્વારા અપીલ કરાઇ છે.(૬.૧૦)

(10:54 AM IST)