<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

ધોરાજીમાં ફરી દાદાનું બુલડોઝર

રેવન્‍યુ વિભાગ ની ૧૭૦૦૦ ચોરસ મીટર જમીન પર દબાણ દૂર : ૧૮ કરોડ ૭૦ લાખ રૂપિયાની જમીન ખૂલી કરાઈ

ધોરાજી, તા.૩૦: રાજકોટ જીલ્લા કલેકટરની સૂચના અનુસાર ધોરાજીના ડેપ્‍યુટી કલેક્‍ટર નાગાજણ એમ. તરખાલા તેમજ ધોરાજીના મામલતદાર આર.કે પંચાલ વિગેરે રેવન્‍યુ ટીમ અને નગરપાલિકા ટીમ દ્વારા ધોરાજીના બહારપુરા ઉર્સના મેળા વારા મેદાન ખાતે દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જે અંગે મામલતદાર આર.કે પંચાલએ જણાવેલ કે ધોરાજીમાં રેવન્‍યુ વિભાગ હસ્‍તકની જમીન પર થયેલ દબાણ દૂર કરાયા હતા.

બહારપુરા વિસ્‍તારમાં ઉર્ષ મેળાના ગ્રાઉન્‍ડમાં સ્‍ક્રેપના ધંધાર્થીઓએ લારી અને કેબિન મૂકી અને ગેરકાયદેસર રીતે કર્યું હતું દબાણ જેમાં ૩૦૦ જેટલા સ્‍ક્રેપના ધંધાર્થીઓએ રેવન્‍યુ વિભાગની જમીન પર ગેરકાયદેસર દબાણ ખડકયું હતું. નગર પાલિકાની દબાણ હટાવો શાખા દ્વારા દબાણો દૂર કરાયા હતા અનેક દબાણ કર્તાઓને નગર પાલિકાએ નોટિસ આપ્‍યા બાદ અનેક દબાણકારો એ સ્‍વેચ્‍છાએ દબાણો દૂર કર્યા હતા. પાણીના પરબ અને લાકડાના ગોડાઉન પર નગર પાલિકાની ટીમ દ્વારા જેસીબી ફેરવી દેવાયું હતું.

રેવન્‍યુ વિભાગ ની ૧૭૦૦૦ ચોરસ મીટર જેટલી જમીન પર થયેલ દબાણ દૂર કરાયા હતા કુલ રૂપિયા ૧૮ કરોડ ૭૦ લાખ રૂપિયાની જમીન ખુલી કરાઈ  હતી.

ડેપ્‍યુટી કલેકટર  મામલતદાર અને ચીફ ઓફિસર અને પોલીસ અધિકારીની હાજરીમાં નગરપાલિકાના ૧૦૦ જેટલા કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા.(તસવીરઃ- કિશોર રાઠોડ)(૨૩.૭)

(10:56 AM IST)