News of Friday, 30th May 2025
પોરબંદરથી હાથલા શનિદેવની પદયાત્રામાં પ૦૦ થી વધુ પદયાત્રિકો જોડાયાઃ પ્રારંભે મેળા જેવો માહોલ બન્યો
ડો. ચેતનાબેન તિવારીની ઉપસ્થિતિમાં પદયાત્રાનો પ્રારંભઃ તમામ પદયાત્રિકોના મ્હો મીઠાં કરાવીને હાથમાં રક્ષા બાંધીઃ મહાઆરતી બાદ પદયાત્રાનું પ્રસ્થાન

(ભીખુભાઇ મહેતા દ્વારા) પોરબંદર તા. ૩૦ :.. સોબર ગ્રુપ દ્વારા આયોજિત પોરબંદર થી હાથલા (શનિદેવ) પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મહિલા ગ્રુપ દ્વારા દરેક પદયાત્રી કોને રક્ષા બાધી અને મીઠું મોઢું કરાવેલ અને મહા આરતી માટે અને પદયાત્રાની શરૂઆતમાં ડો.ચેતના બેન તિવારી, સાગર ભાઈ મોદી સહિત અનેક નગર જનો જોડાયેલ હતા અંદાજિત ૫૦૦ થી પણ વધારે પદયાત્રિકો ઓ સાથે રવાના થયેલ જે વહેલી સવારે હાથલા શનિદેવ ના દર્શન કરી અને ધન્યતા અનુભવેલ હતી.
આ પદયાત્રા મા રસ્તા મા ત્રણ માઈલ. દેગામ, બાબડા, બગવદર, ખભોદર, રામવાવ, કુંડવદર, વગેરે જગ્યાએ અલગ અલગ સંસ્થાઓ દ્વારા ચા, નાસ્તા, ઠંડુ, જમણવાર સહિત નું આયોજન કરેલ હતું આ આયોજન મા આખી રાત રસ્તા મા મેળા જેવો માહોલ સંસ્થાઓ દ્વારા ઊભો કરેલ હતો. આ આયોજન માટે સોબર ગ્રુપ ઓફ પોરબંદર ના પ્રમુખ વીનેશ ભાઈ ચોલેરા ઉપ્પ્રમુખ ભીખુભાઈ મહેતા હિતેષ ભાઈ ચંદારાણા, જય ભાઈ મજીઠીયા, નિખીલ ભાઈ સોમૈયા, વિપુલ ભાઈ અમલાની, કિશોર ભાઈ સોનીગ્રા, રાજ ભાઈ માવાણી, રાજ ભાઈ મજીઠીયા, તુષાર ભાઈ અટારા, હરીશ ભાઈ ઠકરાર, કૈલાશ ભાઈ સિમરિયા, હિતેન ભાઈ પાઉં, રાજ ભાઈ પોપટ, પરેશ ભાઈ વાઢેર, દીપક ભાઈ ચુડાસમા, અજય ભાઈ શેઠ, રોહિત ભાઈ ઠકરાર, નિલેશ ભાઈ લાખાણી તથા બલરામ ભાઈ વગેરે એ જહેમત ઉઠાવેલ હતી.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
