તા. ૧૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૨ રવિવાર
News of Friday, 30th May 2025
ધાંગધ્રાના સોલડી નજીક ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા વ્યક્તિની લાશ મળી

(ફઝલ ચોહાણ દ્વારા) વઢવાણ તા.૩૦: ધાંગધ્રા તાલુકાના સોલડી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં પડી જતા માથાના ગળાના તથા હાથ-પગ, પેટ વિગેરે જગ્યાઓ ગંભીર જાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે ધ્રાંગધ્રા રેલ્વે પોલીસ એ.એસ.આઇ.રેવાભાઇ બીજલભાઇ, હેડ કોસ્ટેબલ ખોડાભાઈ લાલભાઈ તથા પરેશભાઈ ભાવજીભાઈ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવેલ.
ત્યારે વધુ તપાસ કરાતાં મરણ જનાર વ્યક્તિના ખીચામાંથી ગાંધીધામ દિલ્હીની ટ્રેનની ટિકિટ મળી આવી હતી ત્યારે પોલીસ આ દિશામાં તપાસ હાથ ધરી રહી છે ત્યારે આ વ્યક્તિ કોણ છે અને કયાંનો છે જો કોઈને જાણવા મળે તો ધાંગધ્રા રેલવે પોલીસનો કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતું ત્યારે લાશને ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં કોલ સ્ટોરેજમાં રાખવામાં આવી છે અને આ અજાણ વ્યક્તિની વધુ તપાસ રેલવે પોલીસ ચલાવી રહી છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
