News of Friday, 30th May 2025
સુરેન્દ્રનગરઃ ૪૮.૩૦ લાખની છેતરપીંડીના કેસમાં બે બહેનોની આગોતરા જામીન અરજી રદ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩૦: સુરેન્દ્રનગર શહેરમાં રહેતા નિવળત પોલીસ કર્મી એક નિવળત કલાસ-૨ ઓફીસરના સંપર્કમાં આવ્યા હતા. તેમની બે દિકરી અને અમદાવાદનો ૧ યુવાન ઓએનજીસીમાં ઓળખાણ હોવાનું હોવાનું કહી નોકરી માટે જણાવતા તેઓએ પૈસા આપ્યા હતા. પરંતુ પૈસા આપ્યા બાદ પણ નોકરી ન મળતા અંતે તેઓએ યુવાન અને ૨ બહેનો સામે એ ડીવીઝન પોલીસ મથકે રૂપિયા ૪૮.૩૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં જેલવાસ ભોગવતી બે સગી બહેનોને જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે.
સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલ દેવનગરમાં ૬૪ વર્ષીય ભુપતસીંહ ટપુભા ઝાલા રહે છે. તેઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવળત જીવન ગાળે છે. વર્ષ ૨૦૨૨માં તેઓ મીત્ર અને નીવળત કલાસ-૨ ઓફીસર મુળ લીંબડી તાલુકાના રળોલના જનકકુમાર બી.રાવલ સાથે તેઓ પરીચયમાં આવ્યા હતા. તેઓને બે દિકરી પાયલબેન અને અનુરાધાબેન છે. ગત માર્ચ-૨૦૨૩માં પાયલબેને ફોન કરી ભુપતસીંહને જણાવ્યુ કે, બ્રહ્મ સમાજના અને દુરના સગા નીલેશભાઈ પંચોલીની ઓએનજીસીમાં ઓળખાણ છે. કોઈ સંબંધીને નોકરીએ લગાવવા હોય તો રૂપિયા ૧૫ લાખ વહીવટ ઉમેદવાર દીઠ આપવો પડશે. જેમાં નોકરીએ લાગ્યા બાદ કલાર્ક તરીકે રૂપિયા ૫૦ હજાર અને સુપરવાઈઝર તરીકે ૭૦ હજારના પગારની વાત કરી હતી.
આથી ભુપતસીંહે પોતાના પુત્ર દીગપાલસીંહ ભુપતસીંહ ઝાલા, જયેન્દ્રસીંહ સુરજસીંહ ઝાલા, બીરેન્દ્રસીંહ કીર્તીસીંહ જાડેજા, યશરાજસીંહ પ્રદીપસીંહ જાડેજા, પળથ્વીરાજસીંહ નટુભા જાડેજા, રાજેન્દ્રસીંહ નટુભા જાડેજા, હરદીપસીંહ ભુપતસીંહ ઝાલા, સીધ્ધરાજસીંહ દીલીપસીંહ ઝાલાના પૈસા આપ્યા હતા. બાદમાં તેઓના નકલી સહી સીક્કાવાળા ઓર્ડર મળ્યા હતા. અને તેમાં દહેરાદુન ટ્રેનીંગ માટે જવાનું કહેવાયુ હતુ. પરંતુ આ રદ્દ થઈ હોવાનું કહી પૈસા પાછા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ આ રકમ પરત ન અપાતા ભુપતસીંહ ઝાલાએ એ ડીવીઝન પોલીસ મથકે અમદાવાદના શાહીબાગમાં રહેતા નીલેશ કીરીટકુમાર પંચોલી, રાણીપમાં રહેતા પાયલબેન મેહુલકુમાર અને અનુરાધાબેન રાવલ સામે તા. ૩૦-૧૧-૨૩ના રોજ રૂ. ૪૮.૩૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસ ધરપકડ ટાળવા નાસતી ફરતી બે સગી બહેનો અનુરાધા અને પાયલને એ ડીવીઝન પોલીસે ગત માર્ચ-૨૦૨૫માં ઝડપી લઈ જેલ હવાલે કરી હતી. ત્યારે જેલવાસ ભોગવતી બન્ને બહેનોએ રેગ્યુલર જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરી જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જેમાં ઈન્ચાર્જ સેશન્સ જજ એન.જી.શાહે અરજદાર આરોપી ૨ સગી બહેનોની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
