તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાતા પવનના સુસવાટાઃ ગરમી યથાવત
મહતમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી ગયો

રાજકોટ, તા.૩૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી પવનના સૂસવાટા ફૂંકાઈ રહયા છે અને આવા વાતાવરણ વચ્ચે અસહય ઉકળાટ યથાવત છે. બપોરના સમયે ધોમધખતા તાપના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહયા છે.
આકરા તાપ સાથે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા લોકોને આકરી ગરમીનો અહેસાસ થઈ રહયો છે. બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઈએ તોઃ
લઘુત્તમ તાપમાન ૨૭.૮ સે.
મહત્તમ તાપમાન ૩૬ સે.
ભેજનું પ્રમાણ ૭૮%
પવનની ગતિ ૧૪.૮ કિ.મી.
રહી હતી
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
