તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
ગાંધીભૂમિ પોરબંદરથી પહલગામ સુધીની પદયાત્રા સદ્દામ બાપુ કાદરીનું માણેકચોકથી પ્રસ્થાન

પોરબંદર, તા., ૩૦: અહિંસાની ગાંધીભૂમિ પોરબંદર થી આજે બપોરે ૩.૩૦ વાગ્યે ગાંધી જન્મ સ્થળ પાસે માણેકચોક ખાતેથી જામજોધપુરના નિવાસી સૈયદ સદ્દામ બાપુ કાદરી પહલગામ સુધીની પદયાત્રાનો પ્રારંભ કરશે.
એકતા અને અહિંસાનો સંદેશ લઈને નીકળનારી આ અહિંસા યાત્રા પોરબંદરથી પહલગામ સુધી લગભગ ૨૦૦૦ કિલોમીટર લાંબી હશે.
આંતકવાદના વિરોધ સાથે અને સમગ્ર ભારતમાં શાંતિ એકતા સદભાવના તથા ભાઈચારા ના સંદેશ સાથે સૈયદ સદામ બાપુ કાદરી આ પદયાત્રા નો પ્રારંભ કરી રહ્યા છે.
તેઓ આ અહિંસા યાત્રા વિશે પોતાના ઉદ્દેશ અંગે જણાવ્યું હતું કે આ યાત્રા દ્વારા હું એ જ સંદેશો આપવા માંગું છું કે મુસ્લિમ ધર્મ આંતકવાદનો સખત વિરોધ કરે છે આંતકવાદી માનસિકતા ધર્મવિરોધી છે.
ભારત દેશનો નાગરિક કોઈપણ ધર્મ પાળતો હોય પણ તો તેના હૃદયમાં દેશ પ્રેમની ભાવના હંમેશા અંકિત થયેલી હોય છે.
મારે આ યાત્રા દ્વારા શાંતિ અને એકતાનો સંદેશ આપવો છે અને આંતકવાદને જડમૂળથી નાબૂદ કરવું જરૂરી છે તેવી વિચારધારા સાથે હું ગાંધી જન્મભૂમિ પોરબંદરથી મારી પદયાત્રા અહિંસા યાત્રાના નામ થી શરૂ કરી રહ્યો છું
આ યાત્રાના પ્રસ્થાન સમયે પોરબંદરના વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ હોદ્દેદારો, વિવિધ જ્ઞાતિઓના હોદ્દેદારો, વિવિધ શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારો, વિવિધ મંડળો, વિવિધ સેવાકીય ગ્રુપો અને પોરબંદરના દરેક ધર્મ અને દરેક સમાજના લોકો ઉપસ્થિત રહેશે.
પ્રસ્થાન આયોજન કમિટીના ડાડાભાઈ જિંદા, આરીફ ભાઈ સુર્યા, અબ્દુલભાઈ રાવડા, ફારુકભાઈ જુલાયા, ફિરોઝ ખાન પઠાણ, હાસમ ભાઈ લાંગા, ફિરોજભાઈ રાઠોડ, એ સહકારની અપીલ કરી છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
