<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

ગોંડલના દાળીયા ગામે વાડીમાં જુગારના હાટડા ઉપર એલસીબીનો દરોડોઃ ૮ પકડાયા

નરોતમ વડુકીયા જુગાર રમાડતો'તો : ૧.૦૪ લાખનો મુદામાલ કબ્‍જે

તસ્‍વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્‍સો નજરે પડે છે. 

રાજકોટ, તા., ૩૦: રાજકોટ રૂરલ LCB એ ગોંડલ તાલુકાના દાળિયા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી રૂ.૧,૦૪,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આઠ જુગારીઓને ઝડપી પાડ્‍યા છે.

રાજકોટ રૂરલ LCB PI વી.વી. ઓડેદરા, PSI એચ.સી. ગોહિલ અને LCB બ્રાન્‍ચના સ્‍ટાફે ખાનગી બાતમીના આધારે, ગોંડલ તાલુકાના દાળિયા ગામની સીમમાં આવેલા નરોત્તમભાઈ વડુકિયાની વાડીના મકાનમાં દરોડો પાડવામાં આવ્‍યો હતો. પોલીસે  જુગાર રમતા નરોતમ દેવજી વડુકિયા, પરાગ ચંદુ વોરા, રે. ખરેડી તા. કાલાવડ,  અનિલ દામજી વોરા, ઇસુબ અલ્લારખા, ભીખા આંબા ઘાડીયા, બાબુ વાલજી ભૂત, હમીર સૂલેમાન દોઢિયા, અને સાબિત હુશેન દલ સહિતનાઓ પાસેથી રોકડા રૂ.૮૯,૫૦૦/- અને સાત મોબાઈલ ફોન (કિંમત રૂ.૧૫,૦૦૦/-) મળીને કુલ રૂ.૧,૦૪,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે.

આ સફળ કામગીરી રાજકોટ રૂરલ LCB PI વી.વી. ઓડેદરા, PSI એચ.સી. ગોહીલ, ASI ઇન્‍દ્રસિંહ જાડેજા, જયવીરસીંહ રાણા, બાલકળષ્‍ણભાઇ ત્રીવેદિ, રવિદેવભાઇ બારડ, રોહિતભાઇ બકોત્રા, વકારભાઇ આરબ, બ્રિજરાજસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ, ઘનશ્‍યામસીંહ જાડેજા, મેહુલભાઇ સોનરાજ, પ્રકાશભાઇ પરમાર અને મહીપાલસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક  હિમકરસીંહએ પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવળતીઓ નેસ્‍તનાબુદ કરવા સૂચના કરતા એલ.સી.બી શાખાના પો.ઈન્‍સ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી શાખાના પો.સબ.ઇન્‍સ. એચ.સી.ગોહીલ સ્‍ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હોય દરમ્‍યાન મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકાના દાળીયા ગામનો આથમણી સીમમાં નરોતમ દેવજીભાઇ વડુકીયા રહે.દાળીયા ગામ તા.ગોંડલ જી.રાજકોટ વાળાની વાડીના મકાનમાં જુગાર રમતા આઠ (૮) જુગારીઓને રોકડા રૂ. ૮૯.૫૦૦/- મળી કુલ મુદામાલ રૂ. ૧,૦૪,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.

જુગાર રમતા પકડાયેલ શખ્‍સોમાં  (૧) નરોતમ દેવજીભાઇ વડુકીયા  રહે.દાળીયા ગામ (૨) પરાગ ચંદુભાઈ વોરા  રહે. દાળીયા  (૩) અનીલ દામજીભાઇ વોરા  રહે. દાળીયા  (૪) ઇસુબ અલ્લારખભાઇ દલ રહે. ખરેડી  (૫) ભીખાભાઇ આંબાભાઇ ઘાડીયા  રહે. ખરેડી  (૬) બાબ વાલજીભાઇ ભુત ઉ.વ. ૭૬ રહે. નાની મેંગણી (૭) હમીર  સુલેમાનભાઈ દોઢીયા  રહે. ભાવુભા ખીજડીયા(૮) સાબીત હુશેનભાઈ દલ  રહે. ખરેડી તા. કાલાવડનો સમાવેશ થાય છે. 

આ કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. એ.એસ.આઇ. ઇન્‍દ્રસિંહ જાડેજા,  જયવીરસીંહ રાણા, બાલકળષ્‍ણભાઇ ત્રીવેદિ,  રવિદેવભાઇ બારડ, રોહિતભાઇ બકોત્રા, વકારભાઈ આરબ, બ્રિજરાજસિંહ જાડેજા, પો.હેડ.કોન્‍સ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ, ઘનશ્‍યામસીંહ જાડેજા, પો.કો. મેહુલભાઈ સોનરાજ, પ્રકાશભાઇ પરમાર તથા મહીપાલસિંહ ચુડાસમા  દ્વારા કરવામાં આવેલ છે.

(12:35 PM IST)