તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
મોરબી: મૂક બધિર દીકરી ઉપર બળાત્કાર ગુજારનાર સાવકા પિતાનું જનેતાએ જ ઢીમ ઢાળી દીધાનો ધડાકો.
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં બનેલી ચોંકાવનારી ઘટના : સાવકા પિતાએ દીકરી સાથે કરેલા હેવાનીયતભર્યા કૃત્યની જાણ થતા જ માતાએ તેને છાતીના ભાગે લાતો ફટકારતા નરાધમનું મૃત્યુ થયું હતું

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં સાવકા પિતાએ આગલા ઘરની પુત્રી ઉપર નજર બગાડી શિયળ લૂંટી લીધું હતું. બાદમાં પિતાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. આ ઘટનામાં ક્રોધે ભરાયેલી માતાએ જ તેના પતિને લાતો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું ખુલ્યું છે.
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમાજ વ્યવસ્થાને શર્મસાર કરતી એક ઘટના બની છે જેમાં સાવકા પિતાએ 24 વર્ષીય મૂક બધિર સાવકી પુત્રી ઉપર નજર બગાડી હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજારતા મૂક બધિર યુવતી અવાચક બની ગઈ હતી. બીજી તરફ સાવકા બાપે કરેલા કૃત્યુની જાણ મૂક બધિર યુવતીના માતાને થતા માતાએ હવસખોર પતિને ઢીંકા પાટુનો માર મારી છાતીના ભાગે લાતો ફટકારતા નરાધમનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો છે, બીજી તરફ આ ગંભીર બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, જે શ્રમિક પરિવારમાં આ ઘટના બની છે તેમાં હત્યાનો ભોગ બનેલ પિતા તેમજ મૂક બધિર યુવતીના માતાના આ બીજા લગ્ન હોવાનું અને મુક બધિર યુવતી માતા સાથે આંગળીયાત આવી હોય સાવકા બાપે દીકરી ઉપર જ નજર બગાડી મોકો મળતા દેહ અભળાવી નાખ્યો હતો. જે બાદ માતાને બનાવની જાણ થતા નરાધમ પતિને ઢોર મારતા મૃત્યુ નીપજ્યું હતું. જો કે, ચોંકાવનાર બનાવમાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ દુષ્કર્મ અને હત્યા અંગે ફરિયાદ નોંધવામાં આવશે તેમ પોલીસે જાહેર કર્યું છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
