<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

મોરબીમાં યુવાન પાસે વ્યાજખોરોએ પઠાણી ઉધરાણી કરી કાર-બાઈક પડાવી લીધા.

બોનીપાર્કમાં રહેતા યુવાનને વ્યાજના વિષચક્રમાં ફાસવીને ૯ શખ્સોને જાનથી મારી નાખવાની ધમકી આપી એકટીવા અને કાર પડાવી લઈને પઠાણી ઉધરાણી કરી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના બોનીપાર્કમાં રહેતા યુવાનને વ્યાજના વિષચક્રમાં ફાસવીને ૯ શખ્સોને જાનથી મારી નાખવાની ધમકી આપી એકટીવા અને કાર પડાવી લઈને પઠાણી ઉધરાણી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

મોરબીના ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા દેવકુમાર ચેતનભાઈ સોરીયા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી જયરાજભાઈ લુવાણા, દેવ લુવાણા, હિમેશભાઈ મખીજા, વિશાલભાઈ, વિશાલ બોરીચા, સાગર બારડ,સઈદ અકરમ કાદરી, મારાજ અને આફ્રિદ શેખ એ ઉચા વ્યાજે  રૂપિયા આપી આરોપી વિશાલ બોરીચા એ દેવની એકટીવા જીજે ૩૬ એએફ ૬૭૭૫ ની જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી કાઢવી લઇ તેમજ આરોપી આફ્રિદ શેખ એ વેન્યુકાર જીજે ૩૬ એએફ ૬૭૭૫ બળજબરી પૂર્વક કાઢવી લઇ તેમજ તેમાં આરોપીઓએ દેવ પાસેથી વ્યાજની પઠાણી ઉધરાણી કરી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

(12:40 AM IST)