<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

બાબરા પોલીસ કર્મચારી બાદ વધુ એક પોલીસ કર્મચારી સામે બળાત્કારની ફરીયાદ થતા પોલીસબેડામાં ખળભળાટ

મહેશ સોલંકી નામના પોલીસ કર્મચારીએ લગ્નની લાલચ આપી અવાર નવાર બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધતો :અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ થયાની ફરીયાદ નોંધાઈ

અમરેલીના બાબરા પોલીસ કર્મચારી બાદ વધુ એક પોલીસ કર્મચારી સામે બળાત્કારની ફરીયાદ થતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત પોલીસને શર્મશાર કરતી વધુ એક ઘટના સામે આવી છે.  પોલીસ કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધઈ છે. અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ થયાની ફરીયાદ નોંધાઈ છે.

  મહેશ સોલંકી નામના પોલીસ કર્મચારીએ લગ્નની લાલચ આપી અવાર નવાર શરીર સબંધ બાંધતો હતો. બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધતો હોવાની પોલીસ કર્મચારી મહેશ સોલંકી સામે બળાત્કારનો ગુન્હો નોંધાયો છે. મહેશ સોલંકી હેડક્વાટરમાં ફરજ બજાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાબરા ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિરાજ સિંહ ચૌહાણ અને અમરેલી પોલીસ કર્મચારી મહેશ સોલંકી બંને આરોપી પોલીસ પકડથી દૂર રહ્યાં છે.

 

(1:00 AM IST)