<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

મોરબીમાં સિરામિકની ઓરડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

ઘૂટું ગામની સીમમાં રેસા સિરામિક મજુરની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના ઘૂટું ગામની સીમમાં રેસા સિરામિક મજુરની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ઘૂટું ગામની સીમમાં રેસા સિરામિકની મજુરોની ઓરડીમાં નંબર બી/૧૯ ના કબ્જાવાળા નથુભાઈ નાગરભાઈ રાઠોડના કબ્જા વાળી ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩૬ કીમત રૂ.૪૬૮૦૦ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે જે મામલે મોરબી તાલુકા પોલીસે નથુભાઈ નાગરભાઈ રાઠોડ અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:12 AM IST)