News of Saturday, 31st May 2025
કચ્છના બાબીયા ગામે ટ્રકે બાઇકને હડફેટે લેતાં બે સગા ભાઈઓના મોત
હટાણું કરી વાડીએ જતી વેળા ટ્રકે ચગદી નાખ્યા, બે યુવાન પુત્રોના મોતથી આક્રંદ, લોકોમાં અરેરાટી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ : રાજ્ય સહિત જિલ્લામાં માતેલા સાંઢની જેમ બેકાબૂ દોડતા વાહનો દ્વારા અકસ્માતની હારમાળા સતત ચાલુ જ છે. રક્ત રંજીત રાજમાર્ગો સર્જનાર યમદૂત સમા વાહનચાલકો ઉપર કાયદાનો ડર કે અંકુશ નથી. કચ્છના ભુજ મુન્દ્રા હાઇવે ઉપર બેકાબૂ ટ્રકે બાઈકને હડફેટે લેતા બે સગા યુવાન ભાઈઓના અરેરાટીભર્યા મોત નીપજ્યા હતા. કેરા ગામેથી હટાણું કરી બાઈક ઉપર પરત વાડીએ જઈ રહેલા
૨૦ વર્ષીય લક્ષ્મણ દલાભાઈ ઠાકોર અને ૧૭ વર્ષીય સાવન દલાભાઈ ઠાકોરના મોત નિપજ્યા હતા. મૂળ રાધનપુર નો આ ઠાકોર પરિવાર અહીં બાબીયા ગામે વાડીએ રહી ખેતમજૂરી કામ કરતો હતો. એકસાથે બબ્બે યુવાન ભાઈઓના મોતે ઠાકોર પરિવારમાં આક્રંદ સર્જ્યું છે. આસપાસના પંથકમાં ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
